cold gujarat
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા

ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોની અસરોથી રાજસ્થાનમાં હિમવર્ષા થઇ હતી. તેમજ ઠંડા પવનોની અસરથી સોમવારે રાજ્યનાં 7 શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે નોંધાયો હતો. કચ્છ, ઉત્તર-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીમાં વધારો થતાં લોકોએ દિવસે પણ ઠંડીનો અનુભવ કર્યો હતો.પરંતુ 30 જાન્યુઆરી બુધવારથી ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના છે.

રાજ્યમાં નલિયા સૌથી ઠંડુગાર શહેર

હિમાલય તરફથી આવતાં ઠંડા પવનોથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે જ્યારે 7 શહેરમાં 10 ડિગ્રી નીચે પહોંચતાં ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા છે. ગુજરાત રાજ્યમાં 6.7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. આગામી બે દિવસ ઠંડીનું જોર યથાવત્ રહ્યા બાદ 30મીથી 2 ફે્બ્રુઆરી સુધી રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધી શકે છે. ઠંડીમાં રાહત રહેશે પણ ત્યારબાદ ફરીથી ઠંડી પડવાના સંક્તો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે.

નલિયા 6.7 ડીગ્રી, ડીસા 7 ડીગ્રી, ગાંધીનગર 7.4 ડીગ્રી, અમદાવાદ 8.6 ડીગ્રી તાપમાન નોંધાયેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code