કોરોના વાયરસથી 45 લોકોના મોત, ઈન્ફેક્શન બીજા દેશોમાં પહોંચ્યું

અટલ સમાચાર, ડેસ્ક ચીનમાં આવેલા ભયાનક કોરોના વાયરસથી ભારતમાં પણ જોખમની આશંકા વધી ગઈ છે. 11 લોકોને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે. તેમાંથી કેરળના 7 છે. બીજી બાજુ ચીનના વુહાનમાં શુક્રવારે 15 લોકોના મોત થયા છે. પરિણામે કોરોના વાયરસમાં મૃતકોની સંખ્યા 41 થઈ ગઈ છે. કોરોના વાયરસનો પહેલો કેસ વુહાનમાં સામે આવ્યો હતો. આ એક
 
કોરોના વાયરસથી 45 લોકોના મોત, ઈન્ફેક્શન બીજા દેશોમાં પહોંચ્યું

અટલ સમાચાર, ડેસ્ક

ચીનમાં આવેલા ભયાનક કોરોના વાયરસથી ભારતમાં પણ જોખમની આશંકા વધી ગઈ છે. 11 લોકોને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે. તેમાંથી કેરળના 7 છે. બીજી બાજુ ચીનના વુહાનમાં શુક્રવારે 15 લોકોના મોત થયા છે. પરિણામે કોરોના વાયરસમાં મૃતકોની સંખ્યા 41 થઈ ગઈ છે. કોરોના વાયરસનો પહેલો કેસ વુહાનમાં સામે આવ્યો હતો. આ એક જ શહેરમાં અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે. ચીન સરકારે આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને 13 શહેરોને લોકડાઉન કર્યા છે. જેમાં 3.5 કરોડ લોકોનો સંપર્ક બહારની દુનિયા સાથે કટ કરી દેવામાં આવ્યો છે. તેની અસર એ જોવા મળી છે કે, ચીનના અન્ય રાજ્યોમાં આ વાયરસના કારણે અત્યાર સુધી માત્ર 3 લોકોના જ મોત થયા છે.

કોરોના વાયરસથી 45 લોકોના મોત, ઈન્ફેક્શન બીજા દેશોમાં પહોંચ્યું

શુક્રવાર સુધીમાં 20 હજાર યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 5 દિવસની અંદર 1789 યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી બે લોકોને ઈન્ફેક્શન હોવાની શંકાએ મુંબઈની કસ્તુરબા હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય કેરળમાં 8 લોકોને તેમના ઘરમાં જ મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને દિલ્હી એમ્સમાં એક આઈસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસનું ઈન્ફેક્શન હવે યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ગયું છે. ફ્રાન્સમાં ત્રણ લોકોને ઈન્ફેક્શન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઓસ્ટ્રેલિયામાં પણ એક કેસ સામે આવ્યો છે. ચીનમાં જે 15 લોકોના મોત થયા છે તેમની ઉંમર 15થી 87 વર્ષની છે. તેમાં 11 પુરુષ અને 4 મહિલાઓ છે. આ સિવાય એક દિવસમાં કોરોનાવાયરસના 400 નવા કેસ સામે આવ્યા છે. તેનાથી કુલ પીડિતોની સંખ્યા 1300 સુધી પહોંચી ગઈ છે.