S.T.ના કર્મચારીઓ વિવિધ માંગણીઓ માટે ૫ ફેબ્રુઆરીથી રાજયવ્યાપી હડતાલ પર

અટલ સમાચાર,અમદાવાદ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઇને આગામી તા.૫ ફેબ્રુઆરીથી પૂનઃઆંદોલન શરૂ કરવા જઇ રહયા છે. એસ.ટી. કર્મચારીઓના વિવિધ સંગઠનો ઘ્વારા એકજુથ થઇ સાતમાં પગાર પંચનો તાત્કાલિક અમલ કરવા, ફિકસ પગારના કર્મચારીઓને ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભો આપવા, વર્ષ ૨૦૧૧ પહેલાના આશરે ૧૦૦૦ જેટલા આશ્રિતોને નોકરી આપવી, વર્ગ ૩
 
S.T.ના કર્મચારીઓ વિવિધ માંગણીઓ માટે ૫ ફેબ્રુઆરીથી રાજયવ્યાપી હડતાલ પર

અટલ સમાચાર,અમદાવાદ

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઇને આગામી તા.૫ ફેબ્રુઆરીથી પૂનઃઆંદોલન શરૂ કરવા જઇ રહયા છે. એસ.ટી. કર્મચારીઓના વિવિધ સંગઠનો ઘ્વારા એકજુથ થઇ સાતમાં પગાર પંચનો તાત્કાલિક અમલ કરવા, ફિકસ પગારના કર્મચારીઓને ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભો આપવા, વર્ષ ૨૦૧૧ પહેલાના આશરે ૧૦૦૦ જેટલા આશ્રિતોને નોકરી આપવી, વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓની અકારણ આંતર વિભાગીય બદલીઓ રદ કરીને મૂળ જગ્યાએ પરત લાવવા, ખાનગી વાહનો ભાડે લેવાની નીતિ રદ કરવી સહિતની વિવિધ માંગણીઓને લઇ ‘નિગમ બચાવો’ ના નારા સાથે કર્મચારીઓએ આગામી તા.૫ ફેબ્રુઆરીથી આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચિમકી આપી છે. નોંધપાત્ર છે કે અગાઉના આંદોલનો, રાજયવ્યાપી હડતાળો સમયે સરકારે તાત્કાલિક ધોરણે પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધારી આપી હતી. જેની અમલવારી નહિ થતા કર્મચારીઓ છેતરાયા હોવાની લાગણી અનુભવી ફરી એકવાર હળતાલનો નિર્ણય લીધો છે.