આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે બી.આર.સી સરસ્વતી અને તા.પ્રા.શિ.ની કચેરીના સંયુક્ત ઉપકર્મે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ચાલું છે. જે શિક્ષકો માટે આકર્ષણની સાથે સાથે ઉત્સાહનું કેન્દ્ર બની રહયું છે. બીજા તબક્કામાં પણ શિક્ષકો ઉત્સાહ અને મોજ સાથે ટુર્નામેન્ટમાં જોડાયા હતાં. જેમાં અઘાર હીટ એન્ડ રન અને ટાઇગર ઇલેવન ઓઢવા વચ્ચેની ટીમમાં અઘારની ટીમ વિજેતા થઇ અને લલીતભાઇ બાલુવાના શિક્ષક મેન ઓફ ધ મેચ થયા હતા. તથા કોઇટા કીંગ ગલેવન સામે મેલૂસણની હાર થઇ હતી તથા કોઇટાના આંબલિયાસણા જાહિદ મેન ઓફ ધ મેચ થયા હતા. તથા સરીયદ સ્ટાર્સ અને રોયલ ટાઇગર વાગડોદ વચ્ચેની મેચમાં સરીયદ વિજેતા થઇ મેન ઓફ ધ મેચ નૈનેશભાઇ પટેલ થયા હતા.

તમામ શિક્ષકોએ ઉત્સાહભેર અને ખેલદિલીથી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો તથા અમુક ટીમ સેમી ફાઇનલ સુધી પહોંચી ગઇ હોવાથી ખેલાડી શિક્ષકોમાં આનંદ સાથે ખૂબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિલેશ શ્રીમાળીએ કોમેન્ટ્રી આપી હતી. ખૂબ જ હર્ષ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણ વચ્ચે તમામ મેચ પૂર્ણ થઈ હતી. વિજેતા ટીમોને આપવામાં ખવતી ટ્રોફીના દાતા તાલુકા શિક્ષક મંડળી છે. બીઆરસી કો.ઓર્ડીનેટર રતાજી ઠાકોરે તમામ શિક્ષકો નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે સૌ શિક્ષક મિત્રોના સાથ સહકારથી જ આ કાર્યક્રમ વધું સફળ બની રહ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code