આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ તાલુકાના ધારણોજ ગામ ખાતે આવેલ જહુમાતાજીનું પ્રસિધ્ધ સ્થાન છે. તે પાટણ જિલ્લા સહિત સમગ્ર પંથકમાં લોકોની ધાર્મીક આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર બની રહેલ છે. દૂર દૂર થી શ્રધ્ધાળુઓ માં જહુમાતાના દર્શનાર્થે આવી તેમની મનો કામના-બાધા માનતા પૂરી કરી દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવે છે. દર પૂનમ અને રવીવારે યાત્રિકોનો વધુ ઘસારો રહે છે. અને આ સ્થળ યાત્રા ધામ તરીકે ઉભરી રહ્યું છે. જહુ માતાજીનો પ ફેબ્રુઆરીએ પ્રથમ પાટોત્સવ યોજાયો હતો.

ધારણોજ ગામે આ પ્રસિધ્ધ શ્રધ્ધા કેન્દ્ર ખાતે ગઇ વર્ષે તા.૨/૩/૪ ફેબ્રુઆરી-ર૦૧૮ ના રોજ માતાજીનો ત્રિ-દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં આશરે પાંચ લાખથી વધુ શ્રધ્ધાળુઓએ આ ધાર્મિક ઉત્સવનો ઉમંગભેર લાભ લીધો હતો. માતાજીના પાટોત્સવ મહોત્સવમાં ઓગડમહંત ૧૦૦૮ બળદેવનાથજી મહારાજ દેવદરબાર (જાગીરમઠ) ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી લાખો માઇભકત શ્રધ્ધાળું યાત્રિકો માતાજીના દર્શનાર્થે પધાર્યા હતા.

જહુ માતાજી મંદિરના પ્રથમ પાટોત્સવ પ્રસંગે પ ફેબ્રુઆરીએ શોભાયાત્રા દુધારામપુરાથી નિકળી ધારણોજ ગામે આવી હતી. માતાજીનો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ શ્રધ્ધાળુઓએ ભોજન પ્રસાદ લીધો હતો.

01 Oct 2020, 11:33 AM (GMT)

COVID-19 Global Stats

34,447,435 Total Cases
1,023,622 Death Cases
25,637,336 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code