પાલનપુરના ચંડીસરની મુક બધીર બાળાએ એથ્લેટીકસ સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ગામનું નામ રોશન કર્યુ
અટલ સમાચાર,વડગામ પાલનપુર તાલુકાના ચંડીસર ગામની મુક બધીર બાળા ચૌધરી હર્ષાબેન સોમાભાઇ રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ને ગામનુ નામ દેશમાં ગુંજતુ કર્યુ છે. મળતી માહિતિ મુજબ ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે 27 થી 31 જાન્યુઆરી 2019ના રોજ રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 રાજ્યોના મૂક-બધિર બાળકોએ
                                          Feb 4, 2019, 13:49 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર,વડગામ
પાલનપુર તાલુકાના ચંડીસર ગામની મુક બધીર બાળા ચૌધરી હર્ષાબેન સોમાભાઇ રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ને ગામનુ નામ દેશમાં ગુંજતુ કર્યુ છે. મળતી માહિતિ મુજબ ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે 27 થી 31 જાન્યુઆરી 2019ના રોજ રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 રાજ્યોના મૂક-બધિર બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પાલનપુરના ચંડીસરની મુક બધીર બાળા ચૌધરી હર્ષા સોમાભાઈએ પણ ભાગ લીધો હતો. ચૌધરી હર્ષા સોમાભાઈએ આ એથ્લેટીક્સ સ્પર્ધામાં ચક્ર ફેકમાં ગોલ્ડ મેડલ, બરછી ફેકમાં સિલ્વર મેડલ અને દોડમાં સિલ્વર મેડલ મેળવી ચંડીસર સહિત ગુજરાતનું નામ આખા દેશમાં ગુંજતું કરેલ હતુ.

