ખુશખબરઃ લોકડાઉનમાં વિધવા મહિલાઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત

અટલ સમાચાર, ડેસ્ક કેન્દ્ર સરકારની જાહેરાતને પગલે ગુજરાત સરકારે પણ વિધવા મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા BPL કાર્ડધારક વિધવા મહિલાઓના ખાતામાં એપ્રિલ અને મે મહિનામાં 500-500 એમ કુલ 1000 રૂપિયા જમા કરાવવાની જાહેરાત કરી હતી. જેને પગલે હવે ગુજરાત સરકારે પણ મોટી જાહેરાત કરી છે. માછીમારોને આજથી દરિયામાં જવાની છૂટ અપાશે.
 
ખુશખબરઃ લોકડાઉનમાં વિધવા મહિલાઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્ર સરકારની જાહેરાતને પગલે ગુજરાત સરકારે પણ વિધવા મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા BPL કાર્ડધારક વિધવા મહિલાઓના ખાતામાં એપ્રિલ અને મે મહિનામાં 500-500 એમ કુલ 1000 રૂપિયા જમા કરાવવાની જાહેરાત કરી હતી. જેને પગલે હવે ગુજરાત સરકારે પણ મોટી જાહેરાત કરી છે. માછીમારોને આજથી દરિયામાં જવાની છૂટ અપાશે. આ અંગે CMO સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

CMO સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં વિધવા મહિલાઓ માટે સારા સમાચાર છે અને માછીમારો માટે પણ એક ગુડ ન્યુઝ છે. રાજ્યમાં વિધવા બહેનોની સંખ્યા 4,43, 891 થાય છે. જેમાંથી BPL રાશન કાર્ડ ધરાવતી મહિલાઓની સંખ્યા 97, 474 છે. આ બહેનો માટે ભારત સરકાર તરફથી એપ્રિલ અને મે મહિનામાં 500, 500 રૂપિયા વધુ ચુકવવાની જાહેરાત થઈ હતી. તેમને મળતી વિધવા સહાય ઉપરાંત આ રકમ એક્સ ગ્રેસિયાની તરીકે આપવાની હતી.

ભારત સરકાર ગુજરાતમાં BPL કાર્ડધારક વિધવા મહિલાઓ માટે રૂા 9.74 કરોડ ચુકવશે અને ગુજરાત સરકાર 3,46,417 ગંગાસ્વરૂપ બહેનો માટે 35 કરોડ રૂપિયા વાપરશે. આમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને 4,43, 891 વિધવા મહિલાઓનો ખાતામાં રૂા. 44.40 કરોડની રકમ જમા કરાવશે. માછીમારોને આજથી દરિયામાં જવાની છૂટ અપાશે. માછલી અને ઝીંગાના વેચાણ ઉપર પ્રતિબંધ હટાવી લેવામાં આવે છે. અને દરિયાખેડૂઓને ટોકન આપીને માછીમારી માટે દરિયામાં જવા દેવામાં આવશે. પ્રોસેસિંગ અને વેચાણ માટે ટ્રાન્સપોર્ટેશનની છૂટ અપાઈ.