ખુશખબર: ઘરે પરત ફરી રહેલા શ્રમિકોની રેલવે ટિકિટનો ખર્ચ કૉંગ્રેસ ઉઠાવશે

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારીની વધતા કેસના કારણે આજથી દેશભરમાં લૉકડાઉનના ત્રીજા ચરણની શરૂઆત થઈ ચૂકી છે. લૉકડાઉનમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે રેલવેનો ભાડું લેવાનો નિર્ણય સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણનું કારણ બની ગયો છે. એવામાં કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ જાહેરાત કરી કે મજૂરો, કામદારોને ઘરે પરત ફરવાની રેલ
 
ખુશખબર: ઘરે પરત ફરી રહેલા શ્રમિકોની રેલવે ટિકિટનો ખર્ચ કૉંગ્રેસ ઉઠાવશે

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારીની વધતા કેસના કારણે આજથી દેશભરમાં લૉકડાઉનના ત્રીજા ચરણની શરૂઆત થઈ ચૂકી છે. લૉકડાઉનમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે રેલવેનો ભાડું લેવાનો નિર્ણય સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણનું કારણ બની ગયો છે. એવામાં કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ જાહેરાત કરી કે મજૂરો, કામદારોને ઘરે પરત ફરવાની રેલ મુસાફરીનો ખર્ચ કૉંગ્રેસ ઉઠાવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લાગુ લૉકડાઉનને 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. સરકારે શુક્રવારથી ફસાયેલા શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે વિશેષ ટ્રેનો દોડાવાની શરૂઆત કરી છે. રેલવેના સર્કુલર મુજબ, સ્થાનિક સરકારી અધિકારી પોતાના દ્વારા ક્લિયર કરવામાં આવેલા શ્રમિકોને ટિકિટ સોંપશે. તેમની પાસેથી ટિકિટનું ભાડું વસૂલ કરશે અને કુલ રકમ રેલવેને સોંપી દેશે. તેની ટીકા કરતાં કૉંગ્રેસે મજૂરો માટે મોટી જાહેરાત કરી છે.

કૉંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે આ નિર્ણય લીધો છે કે પ્રદેશ કૉંગ્રેસ કમિટીનું દરેક એકમ દરેક જરૂરિયાતમંદ શ્રમિક તથા કામદારને ઘરે પરત ફરવાની રેલ મુસાફરીનો ટિકિટ ખર્ચ ઉઠાવશે અને તેના માટે જરૂરી પગલાં ભરશે.

મૂળે, રાજ્યો પર ટિકિટ ઇશ્યૂ કરવા અને ભાડું વસૂલ કરીને જમા કરાવવાની જવાબદારીના કારણે વિપ દ્વારા શાસિત મોટાભાગના રાજ્યોને રાજકીય નુકસાન થવાની આશંકા છે. બિન-બીજેપી શાસિત રાજ્ય માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર આ પ્રવાસી શ્રમિકોની મુસાફરીનો ખર્ચ ઉઠાવે.