ખુશખબરઃ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો જાણો નવા ભાવ

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં લૉકડાઉનની વચ્ચે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દેશની ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસીડી વગરના એલપીજી રસોઈ ગેસ સિલિન્ડર કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ હવે રાજ્યમાં 14.2 કિલોગ્રામના નોન સબ્સિડાઇઝ સિલિન્ડરના ભાવમાં 151 રૂપિયાનો ઘટાડો ગુજરાતમાં અને 162.5 રૂપિયાનો ઘટાડો દિલ્હીમાં નોંધાયો છે. જ્યારે 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવ પણ
 
ખુશખબરઃ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો જાણો નવા ભાવ

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં લૉકડાઉનની વચ્ચે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દેશની ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસીડી વગરના એલપીજી રસોઈ ગેસ સિલિન્ડર કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ હવે રાજ્યમાં 14.2 કિલોગ્રામના નોન સબ્સિડાઇઝ સિલિન્ડરના ભાવમાં 151 રૂપિયાનો ઘટાડો ગુજરાતમાં અને 162.5 રૂપિયાનો ઘટાડો દિલ્હીમાં નોંધાયો છે. જ્યારે 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવ પણ ઘટીને 1028 રૂપિયા થયા છે. કૉમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ 257 રૂપિયાનો ઘટાડો થયો છે. આ બંને જાહેરાતના પગલે ગૃહિણીઓ અને કૉમર્શિયલ વપરાશકર્તાઓને રાહત થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં લૉકડાઉન દરમિયાન નોંકરી ધંધામાં મંદીના માહોલ વચ્ચે દેશની ઑઇલ કંપનીએ ગેસના બાટલામાં ભાવ ઘટાડો કરતા સામાન્ય માણસે રાહતનો શ્વાસ લીધો છે. એક બાજુ દેશમાં પરપ્રાંતિય મજૂરોના હિજરતની સુવિધાઓ ગોઠવવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં એલપીજીના ભાવમાં ઘટાડો થવાથી ઘણો ફાયદો મળશે.

આજે લોકડાઉનના 38 માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. લોકડાઉનને કારણે દેશમાં અટકાયતી હિલચાલ છે અને પેટ્રોલ અને ડીઝલની માંગ નીચે આવી છે. આઇઓસીએલ વેબસાઇટ અનુસાર, દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 69.59 રૂપિયા છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 62.29 રૂપિયા છે.