આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

આખા જગતને બાનમાં લેનારા કોરોનાને હાંકી કાઢવા કેન્સાસ સિટીના તબીબોએ રાતદિવસ એક કરીને બે દવાનું કોમ્બિનેશન શોધ્યું છે. અમેરિકાના કેન્સાસ સિટીના તબીબોએ શોધી કાઢેલી દબા કોરોના ભુક્કા બોલાવા માટે રામબાણ ઈલાજ સાબિત થઈ શકશે. તબીબોએ શોધેલી આ બે દવાના કોમ્બીનેશનથી Covid-19ના દર્દીઓની સારવરા માટે આશાનું કિરણ જન્મ્યું છે.

અમેરિકાના અખબર વૉશિંગ્ટન પોસ્ટમાં એક લેખમાં ડૉ.જેફ કોલીયર નામના તબીબે લખ્યું કે ડૉક્ટરોએ હાઇડ્રોક્લોરોક્વીન, અને એઝિથ્રોમાયસીનના કોમ્બીનેશન દ્વારા કોવિડ-19નાં દર્દીઓની સારવાર કરવા માટે પ્રયોગ કર્યો છે. દવાના આ કોમ્બિનેશનનો પ્રયોગ ફ્રાંસની લેબોરેટરીમાં પ્રયોગ કરવામાં આવ્યો હતો. 26મી માર્ચે કરવામાં આવેલા આશાસ્પદ પ્રયોગમાં તબીબોને ખૂબ જ સકારાત્મક પરિણામો મળ્યા હોવાનો ડૉ.જેફે અહેવાલ લખ્યો છે. કોરોના વાયરસ પહેલાં જ્યારે સાર્સ વાયરસના આક્રમણ સામે લડવા માટે તબીબોએ દવા શોધી હતી ત્યારે આ દવામાના એક તત્વ હાઇડ્રોક્લોરોક્વીનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અહેવાલમાં ડૉ.જેફ લખે છે કે બીજું ડ્રગ જે એઝિથ્રોમાયસીન એઝેડ તરીકે ઓળખાય છે તે વિશ્વની ખૂબ જ લોકપ્રિય એન્ટીબાયોટિક દવા છે. આ દવાને હાઇડ્રોક્લોરોક્વીન સાથે સંક્રમિત કરીને એક કોમ્બિનેશન તૈયાર કરવામાં આવ્યું છે. વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ પ્રથમ દવા હાઇડ્રોક્લોરોક્વીન આપી અને ફ્રાન્સના અભ્યાસ મુજબ જે દર્દીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો તેમાંથી 57 ટકા દર્દીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ આ બંને દવાનું કૉમ્બિનેશન આપી અને જે દર્દીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો તે 100એ 100 ટકા દર્દીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

ડૉ.કોલીયર કહે છે કે આ બંને દવા તબીબી ક્ષેત્રે વપરાશમાં છે જ પરંતુ તેનો સંયુક્ત ઉપયોગ પ્રથમ વપાર કરવામાં આવ્યો છે. હાલમાં તો તબીબો એ જાણી શક્યા નથી કે બંનેનો સંયુક્ત ઉપયોગ કરવાથી દર્દીને સાજા થવામાં સફળતા કેવી રીતે મળી છે પરંતુ આ પ્રયોગમાં મહદઅંશે તબીબો સફળ થયા છે. ડૉ.કોલીયરે વૉશિંગ્ટન પોસ્ટ માટે લખેલા લેખના અંતમાં ટાંક્યું છે કે તબીબી ક્ષેત્રએ તમામ તકેદારીઓ અને ફ્રાંસની સ્ટડીનો અભ્યાસ કર્યા બાદએ જાણ્યું છે કે આ દવાના કોમ્બિનેશનની હજુ સુધી કોઈ સાઇડ ઇફેક્ટ થઈ નથી. આ દવાનો પુરવઠો ઉત્પાદન વધારી અને તેનો સંજોગો પ્રમાણે વ્યાપક ઉપયોગ કરવો જોઈએ.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code