ખુશખબર: રસીના બંને ડોઝ લીધા હશે તેમને ગિરનાર, અંબાજીના રોપ-વેમાં ફ્રી રાઇડ કરી શકશે
ખુશખબર: રસીના બંને ડોઝ લીધા હશે તેમને ગિરનાર, અંબાજીના રોપ-વેમાં ફ્રી રાઇડ કરી શકશે

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં 100 કરોડ વેક્સિનેશન ડોઝ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે દેશ આ પ્રસંગે ઉજવણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગતે ઉષા બ્રેકો કંપની જે જુનાગઢ સહિતના યાત્રાધામ પર્વત ઉપર રોપવેનું સંચાલન કરે છે. ઉષા બ્રેકો કંપનીએ સ્વાભિમાન સ્કીમ લોન્ચ કરી છે. જે અંતર્ગત પહેલા 100 લોકોને જે સંપૂર્ણપણે વેક્સિનટેડ હશે તેમને રોપ વેની ફ્રી રાઈડ કરાવશે. ગુજરાતના જૂનાગઢ ફરવા જતાં લોકો માટે પણ આ નિર્ણય લાભદાયી ગણી શકાય. આ જૂનાગઢના ગીરનાર સહિત દેશના 7 સ્થળોએ રોપ વેની ફ્રી રાઈડ ઉપલબ્ધ કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આવેલા જૂનાગઢના પર્વત ઉપર ઉષા બ્રેકો કંપની દ્વારા રોપવેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. દેશમાં 100 કરોડના વેક્સિનના ડોઝ પૂર્ણ થવા જઇ રહ્યું છે. ત્યારે જૂનાગઢના ગીરનાર રોપવે ઉપર પહેલા 100 લોકો ફ્રીમાં મજા માણી શકશે. દિલ્હીની ઉષા બ્રેકો લિમિટેડે સ્વાભિમાન સ્કીમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જેના અંતર્ગત પહેલા 100 લોકો જે સંપૂર્ણપણે વેક્સિનેટેડ હશે તેમને ગુજરાત, ઉત્તરાખંડ અને કેરળના 7 સ્થળોએ રોપ-વેની ફ્રી રાઈડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

100 કરોડ ડોઝની ઉજવણી પર ઉષા બ્રેકો ભારત સરકાર સાથે મળીને આ ઉજવણીમાં સહભાગી બનવા માટે સામાન્ય જનતાને ફ્રીમાં રોપ-વેની સવારી કરાવશે. તેમાં સૌથી પહેલા આવનારા 100 લોકોને ફ્રી સેવાની તક આપવામાં આવશે. તેમાં ફ્રી રાઈડનો આનંદ માણવા ઈચ્છતા લોકોએ બંને ડોઝના વેક્સિનેશન સર્ટિફિકેટ દેખાડવા પડશે. તેમને દેશભરની 7 જગ્યાઓ ઉપર ઉપસ્થિત રોપ-વેની ફ્રી રાઈડ ઉપલબ્ધ થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે ટોક્યોમાં રમાયેલી પેરા ઓલિમ્પિકમાં નિરજ ચોરડાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જેની ઉજવણી દેશમાં કરવામાં આવી હતી. અને આની ઉજવણીના ભાગ રૂપે ઉષા બ્રેકો કંપનીએ પણ ગીરનાર રોપવેમાં નિરજ નામના યુવકોને રોપવેને ફ્રી રાઈટ આપવામાં આવી હતી.આ કંપનીએ કોરોનાની બીજી લહેર બાદ કોરોના વોરિયર્સને રોપવેની ફ્રી રાઈડ કરાવી હતી. તેવામાં હવે આ નવી પહેલ સામાન્ય જનતા માટે છે. ઉષા બ્રેકોના એમડી અપૂર્વ ઝાવરના કહેવા પ્રમાણે તેમણે અગાઉ પણ આ પ્રકારના અભિયાન ચલાવ્યા હતા અને કોરોના વોરિયર્સને ફ્રી રાઈડની વ્યવસ્થા કરી આપી હતી.

દેશના આ સ્થળોએ લાગી પડશે સ્કીમ

ગિરનાર રોપવે- જૂનાગઢ
મા મહાકાળી રોપવે- પાવાગઢ
મા અંબાજી રોપવે- અંબાજી
મા મનસા દેવી રોપવે- હરિદ્વાર
મા ચંડીદેવી, હરિદ્વાર- ઉત્તરાખંડ
મલમ્પુજહ રોપવે- પલક્કડ (કેરળ)
જટયૂપારા રોપવે- કોલ્લમ (કેરળ)