ખુશખબર: સોના-ચાંદીમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ

અટલ સમાચાર, ડેસ્ક છેલ્લા બે દિવસમાં ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. બુધવારે સતત ત્રીજા કારોબારી સત્રમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. MCX પર સોના વાયદો 0.21% ઘટીને 48,485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી વાયદો 0.16 ટકા ઘટીને 59,460 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો. અગાઉના સત્રમાં સોના
 
ખુશખબર: સોના-ચાંદીમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ

અટલ સમાચાર, ડેસ્ક

 

છેલ્લા બે દિવસમાં ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. બુધવારે સતત ત્રીજા કારોબારી સત્રમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. MCX પર સોના વાયદો 0.21% ઘટીને 48,485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી વાયદો 0.16 ટકા ઘટીને 59,460 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો. અગાઉના સત્રમાં સોના વાયદો 900 રૂપિયા ગગડ્યો હતો જ્યારે ચાંદીનો ભાવ 1600 રૂપિયા ઘટ્યો હતો.

બ્રોકરેજ ફર્મ એન્જેલ બ્રોકિંગના ડેપ્યુટી વાઇસ પ્રેસિડન્ટ (કોમોડિટી અને કરન્સી) અનુજા ગુપ્તાના જણાવ્યા મુજબ, આ મહિને ગોલ્ડ ઇટીએફની હોલ્ડિંગમાં 10 લાખ ઔંસનો ઘટાડો આવ્યો છે. આ એ વાતનો સંકેત આપે છે કે રોકાણકારો ધીમે-ધીમે હોલ્ડિંગ ઘટાડી રહ્યા છે. એવામાં આવનારા સમયમાં સોનાનો ભાવ હજુ પણ ઘટી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બીજી તરફ વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં સામાન્ય તેજી નોંધવામા; આવી. જોકે સોનું છેલ્લા ચાર મહિનાના નીચલા સ્તરની આસપાસ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું હાજર 0.1 ટકા વધીને 1,809.41 ડૉલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું.