ખુશખબરઃ PM કિસાન મન ધન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 36000 રૂપિયા મળી શકે છે.

અટલ સમાચાર, ડેસ્ક પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લેતા ખેડૂતો માટે સારા સમાચાર છે. જો તમે પહેલાથી જ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો તમે સરકાર તરફથી દર મહિને 3000 રૂપિયા મેળવવાના હકદાર છો. આ માટે તમારે કોઈ દસ્તાવેજ આપવો પડશે નહીં. તમને જણાવી દઈએ કે, પીએમ કિસાન મન ધન યોજના હેઠળ
 
ખુશખબરઃ PM કિસાન મન ધન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 36000 રૂપિયા મળી શકે છે.

અટલ સમાચાર, ડેસ્ક

પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લેતા ખેડૂતો માટે સારા સમાચાર છે. જો તમે પહેલાથી જ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો તમે સરકાર તરફથી દર મહિને 3000 રૂપિયા મેળવવાના હકદાર છો. આ માટે તમારે કોઈ દસ્તાવેજ આપવો પડશે નહીં. તમને જણાવી દઈએ કે, પીએમ કિસાન મન ધન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 36000 રૂપિયા મળી શકે છે.

જાણો કેવી રીતે મળશે 36000 રૂપિયા? પીએમ કિસાન મન ધન યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને દર મહિને પેન્શન આપવાની યોજના છે. આ યોજના હેઠળ, 60 વર્ષની ઉંમર પછી, ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા એટલે કે 36000 રૂપિયા પ્રતિ વર્ષ પેન્શન આપવામાં આવે છે.

કોઈ દસ્તાવેજ સબમિટ કરવાના નથી – આ પેન્શન યોજના કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે ચલાવવામાં આવે છે. આમાં, 60 વર્ષની ઉંમર પછી, તમને દર મહિને 3000 રૂપિયાની સુવિધા આપવામાં આવે છે. જો તમે પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા છો, તો તમારે આ માટે કોઈ વધારાના દસ્તાવેજ જમા કરવાની જરૂર નથી. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે નજીકના કોમન સર્વિસ સેન્ટર જઇને નોંધણી કરાવવાની રહેશે. જો ખેડૂતે ઓનલાઇન નોંધણી કરાવી હોય તો http://pmkmy.gov.in સાઇટ પર જઇને પોતે આ યોજના માટે ઓન-લાઇન ફોર્મ ભરી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખેડૂત જેટલી રકમ દર મહિને જમા કરશે તેટલી રકમનો ફાળો સરકાર પણ જમા કરશે. 18 વર્ષનાં ખેડૂત માટે આ રકમ 55 રૂપિયા પ્રતિ માસ છે એટલે કે 55 રૂપિયા પ્રતિમાસ એમ બાર મહિના લેખે તેને 660 રૂપિયા ભરવા પડે છે. અને ઉેમર 18 વર્ષ હોવાથી તે 60 વર્ષનો થાય ત્યાં સુધી એટલે કે 42 વર્ષ સુધી તેને આ રકમ ભરતા રહેવું પડે છે એટલે કે આ યોજનામાં તે 42 વર્ષ દરમિયાન કુલ 27720 રૂપિયા ભરે છે. આ સરળ પ્રક્રિયાને અનુસરીને 18 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમરનાં બે હેકટર કે તેથી ઓછી જમીન ધરાવતા તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે છે અને 60 વર્ષ પછીની ઉંમરે પેન્શનનો લાભ લઇ શકે છે.

આ યોજનાનો લાભ કોણ લઇ શકે છે

>> 18થી 40 વર્ષનો કોઈપણ ખેડૂત કિસાન માનધન યોજનાનો લાભ લઈ શકે છે.
>> આ માટે, તમારી પાસે મહત્તમ 2 હેક્ટર સુધી ખેતીલાયક જમીન હોવી જોઈએ.
>> તમારે ખેડૂતની ઉંમરના આધારે ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 40 વર્ષ સુધી 55થી 200 રુપિયા સુધી માસિક યોગદાન આપવું પડશે.
>> જો 18 વર્ષની ઉંમરે જોડાય તો માસિક યોગદાન દર મહિને 55 રૂપિયા થશે.
>> જો 30 વર્ષની ઉંમરે આ સ્કીમમાં જોડાય તો 110 રૂપિયા જમા કરાવવાના રહેશે.
>> જો તમે 40 વર્ષની ઉંમરે જોડાઓ છો તો તમારે દર મહિને 200 રૂપિયા જમા કરાવવાના રહેશે.