પાથરણા અને લારીના વેપારીઓ માટે સરકાર લઇ શકે છે મોટો નિર્ણય

અટલ સમાચાર ડેસ્ક નરેન્દ્ર મોદી ફરી બહુમતી સાથે ભારતના વડા પ્રધાન બન્યા છે. સરકારે સપથ ગ્રહણ કર્યા બાદ તરત જ આમ આદમીને રાહત આપતા નિર્ણયો લેવાના શરૂ કર્યા છે. સૌ પ્રથમ નિર્ણય દેશની રક્ષા કરતા શહીદ જવાનોના બાળકોની સ્કોલરશીપનો લેવાયો હતો. ત્યાર બાદ ખેડૂતો માટે પણ નિર્ણય લઇ લેવાયો છે. ત્યારે હવે દેશના પાથરણા અને
 
પાથરણા અને લારીના વેપારીઓ માટે સરકાર લઇ શકે છે મોટો નિર્ણય

અટલ સમાચાર ડેસ્ક

નરેન્દ્ર મોદી ફરી બહુમતી સાથે ભારતના વડા પ્રધાન બન્યા છે. સરકારે સપથ ગ્રહણ કર્યા બાદ તરત જ આમ આદમીને રાહત આપતા નિર્ણયો લેવાના શરૂ કર્યા છે. સૌ પ્રથમ નિર્ણય દેશની રક્ષા કરતા શહીદ જવાનોના બાળકોની સ્કોલરશીપનો લેવાયો હતો. ત્યાર બાદ ખેડૂતો માટે પણ નિર્ણય લઇ લેવાયો છે. ત્યારે હવે દેશના પાથરણા અને લારીઓ લઇ ધંધો કરતા વેપારીઓને પણ ટુંક સમયમાં ખુશીના સમાચાર મોદી સરકાર આપી શકે છે.

સરકારે નવી યોજનાઓ માટે આર્થીક સરવે કરવા વિચારણા કરી છે.સરવેમાં રેકડી, પાથરણાવાળા, અને પોતાનો નાનો છુટ્ટક ધંધો કરનારા લોકોને વેપારની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરાશે. આ સાથે જ 27 કરોડ ઘર અને 7 કરોડ સંસ્થાનોનો સરવે થશે.
પાથરણા અને લારીના વેપારીઓ માટે સરકાર લઇ શકે છે મોટો નિર્ણય
આ સરવે જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં શરૂ થશે. આ સરવે સમાપ્ત થયાના 6 મહિના બાદ દેશની આર્થિક સ્થિતીનો ચિત્તાર મળશે. અગાઉ શિક્ષકો, આંગણવાડીની બહેનો, આશા વર્કર વગેરે આ સરવેની કામગીરી બજાવતા હતા. જોકે આ વર્ષે આ સરવે સીએસી એજન્સી આપવામાં આવશે. એજન્સી પોતાના જનસેવા કેન્દ્રોના મારફતે આ સરવેની કામગીરી પુરી કરશે.

આર્થિક સરવેમાં લારી ધારકોનો સમાવેશ કરવાથી તે તમામ મેઇનસ્ટ્રીમમાં આવી જશે. સરકાર તેમના માટે પણ કાયદો અને યોજના બનાવશે અને તેમને પણ અધિકારો મળશે તેમ સુત્રોએ જણાવ્યુ હતું. સરવેની કામગીરી ઓનલાઇન કરવામાં આવશે. તમામ ગણતરી પેપરલેસ થશે. મોબાઇલ અથવા ટેબલેટના માધ્યમથી સરવે કરવામાં આવશે. તમામ ડિટેલ સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે.