અમેરિકામાં કોરોનાની ભયાનક સ્થિતિ, એક જ દિવસમાં 1973 લોકોના મોતથી હાહાકાર

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકામાં કોરોના વાયરસનો ભયાનક પ્રકોપ જોવા મળી રહ્યો છે. દેશમાં સતત બીજા દિવસે લગભગ 2000 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. AFPના જણાવ્યાં મુજબ અમેરિકામાં અત્યાર સુધીમાં 14,695 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. બુધવારે અમેરિકામાં 1973 લોકોના મોત થયા છે. જ્યારે મંગળવારે 1939 લોકોના મોત થયા હતાં. આ બાજુ ન્યૂયોર્કમાં
 
અમેરિકામાં કોરોનાની ભયાનક સ્થિતિ, એક જ દિવસમાં 1973 લોકોના મોતથી હાહાકાર

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકામાં કોરોના વાયરસનો ભયાનક પ્રકોપ જોવા મળી રહ્યો છે. દેશમાં સતત બીજા દિવસે લગભગ 2000 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. AFPના જણાવ્યાં મુજબ અમેરિકામાં અત્યાર સુધીમાં 14,695 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. બુધવારે અમેરિકામાં 1973 લોકોના મોત થયા છે. જ્યારે મંગળવારે 1939 લોકોના મોત થયા હતાં. આ બાજુ ન્યૂયોર્કમાં ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોએ જાણકારી આપી કે બુધવારે ન્યૂયોર્કમાં એક જ દિવસમાં 779 લોકોના મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તેમણે કહ્યું કે દુખદ સમાચાર માત્ર દુખદ જ નહીં પરંતુ ભયાનક પણ છે. એક જ દિવસમાં મૃતકોનો આ આંકડો અત્યાર સુધીમાં સૌથી વધુ છે. આ સંખ્યા 779 પર પહોંચી ગઈ છે. મૃતકોની સંખ્યા જોશો તો તે ધીરે ધીરે વધી રહી છે અને આ નવી ઊંચાઈએ પહોંચી છે. મંગળવારે ન્યૂયોર્કમાં કોરોના વાયરસના કારણે 731 લોકોના મોત થયા હતાં. કુઓમોએ કહ્યું કે 9/11 આતંકી હુમલામાં 2753 લોકો માર્યા ગયા હતાં જ્યારે કોરોના વાયરસના કારણે ન્યૂયોર્કમાં 6268 લોકોએ જીવ ગુમાવ્યાં છે.