મહેસાણાઃ હોટલ કે ઘાબાના માલિકોએ રસોયા-વેઇટર રાખવાની જાણ પોલીસને કરવી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના શહેરી, ગ્રામ્ય વિસ્તારના કોઇ પણ હોટલ, ધાબા કે રેસ્ટોરન્ટ માલિકે કોઇ પણ વ્યક્તિને રાખે ત્યારે તેની જાણ સંબધિત પોલીસ સ્ટેશનમાં ફોટોગ્રાફ તેમજ માહિતી સાથે કરવાનો આદેશ અધિક જિલ્લા મેજીસ્ટ્રે હર્ષદ વોરાએ કર્યો છે. આ આદેશનો ૦૨ મે ૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ હુકમોનો અનાદર કરનાર કે કરાવનાર સામે કમલ ૧૮૮
 
મહેસાણાઃ હોટલ કે ઘાબાના માલિકોએ રસોયા-વેઇટર રાખવાની જાણ પોલીસને કરવી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના શહેરી, ગ્રામ્ય વિસ્તારના કોઇ પણ હોટલ, ધાબા કે રેસ્ટોરન્ટ માલિકે કોઇ પણ વ્યક્તિને રાખે ત્યારે તેની જાણ સંબધિત પોલીસ સ્ટેશનમાં ફોટોગ્રાફ તેમજ માહિતી સાથે કરવાનો આદેશ અધિક જિલ્લા મેજીસ્ટ્રે હર્ષદ વોરાએ કર્યો છે. આ આદેશનો ૦૨ મે ૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ હુકમોનો અનાદર કરનાર કે કરાવનાર સામે કમલ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ગણાશે માલિકોએ રસોયા કે વેઇટરનું નામ, સરનામું, તેની સાથેના માણસોની વિગત, માલિકનું નામ સરનામું, અગાઉ જ્યાં કામ કરેલ હોય તે માલિકનું નામ સરનામું, મહેસાણા જિલ્લામાં ઓળખીતાના નામ, સરનામા, તથા ટેલિફોન નંબર, વતનનું સરનામું વતનમાં રહેતા પરિવારની વિગત તેમજ મોબાઇલ નંબર, પરણિત હોય તો સાસરીયાનું નામ, સરનામું મોબાઇલ નંબર, ચહેરા પર ઓળખની નિશાની વગેરે ૧૦ કોલમમાં ભરીને સંબધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાની મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.