શિહોરી પોલીસની ઈન્દ્રીયો તેજઃ રાત્રે 1 વાગે રેતી ચોરી કરતા 4 ડમ્પર ઝડપ્યા

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) શિહોરી પોલીસે ગત મોડી રાત્રીએ નદીમાંથી રેતી ચોરી કરી રહેલા ભૂમાફીયાઓના 4 ડમ્પરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી તેજ કરી દીધી છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાની જિલ્લાની ધરોહર ગણાતી બનાસનદીમાંથી ભૂમાફીયાઓ કુદરતી સંપત્તિને નુકશાન પહોંચાડી લાભ ખાટી રહ્યા છે. તેમના ઉપર શિહોરી પોલીસે પોતાની પાંચેય
 
શિહોરી પોલીસની ઈન્દ્રીયો તેજઃ રાત્રે 1 વાગે રેતી ચોરી કરતા 4 ડમ્પર ઝડપ્યા

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

શિહોરી પોલીસે ગત મોડી રાત્રીએ નદીમાંથી રેતી ચોરી કરી રહેલા ભૂમાફીયાઓના 4 ડમ્પરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી તેજ કરી દીધી છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાની જિલ્લાની ધરોહર ગણાતી બનાસનદીમાંથી ભૂમાફીયાઓ કુદરતી સંપત્તિને નુકશાન પહોંચાડી લાભ ખાટી રહ્યા છે. તેમના ઉપર શિહોરી પોલીસે પોતાની પાંચેય ઈન્દ્રીઓ જાગૃત કરી દીધી છે. જેથી ગત મોડી રાત્રિએ શિહોરી પીએસઆઇ પી.જે.જેઠવા અને સ્ટાફે આવા તત્વોને છોડવામાં નહી આવે તે રીતે લાલ આંખ કરતા રાત્રીના 1ઃ00 કલાકે એક સાથે 4 ડમ્પરો જપ્ત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાત્રે 7 વાગ્યા પછી નદીમાં પ્રવેશ ઉપર મનાઈ હોવા છતા પોતાની મનમાની ચલાવી રાજ્યની ખનીજ સંપત્તિને નુકસાન કરી રહેલા ભૂમાફીયાઓ સામે ખાખીએ લાલ આંખ કરી દીધી છે.