પાક વિમાના 530 કરોડ દબાવી રાખ્યાઃ વિમા કંપનીઓ પર સરકારે ફટકાર્યો દંડ

અટલ સમાચાર, ડેસ્ક વિમા કંપનીઓ પાક વિમો અને કૃષિ સંકટનો સામનો કરી રહેલા ખેડૂતોના કરોડો રૂપિયા દબાવીને બેઠી છે. સરકારે પહેલીવાર વિમા કંપનીઓને દંડ ફટકારવાનો સંકેત આપ્યો છે. ઓકટોબર 2018માં નવો નિયમ બનાવાયો હતો. જે જાન્યુઆરી 2019માં લાગુ થયો. જે હેઠળ જો વિમા કંપનીઓ પાક વિમાના દાવાના ચૂકવણામાં વિલંબ કરે તો તેમને દંડ થશે. કૃષિ
 
પાક વિમાના 530 કરોડ દબાવી રાખ્યાઃ વિમા કંપનીઓ પર સરકારે ફટકાર્યો દંડ

અટલ સમાચાર, ડેસ્ક

વિમા કંપનીઓ પાક વિમો અને કૃષિ સંકટનો સામનો કરી રહેલા ખેડૂતોના કરોડો રૂપિયા દબાવીને બેઠી છે. સરકારે પહેલીવાર વિમા કંપનીઓને દંડ ફટકારવાનો સંકેત આપ્યો છે.

ઓકટોબર 2018માં નવો નિયમ બનાવાયો હતો. જે જાન્યુઆરી 2019માં લાગુ થયો. જે હેઠળ જો વિમા કંપનીઓ પાક વિમાના દાવાના ચૂકવણામાં વિલંબ કરે તો તેમને દંડ થશે. કૃષિ સંકટ અને લોકસભાની ચૂંટણીને કારણે હવે આ એક રાજકીય મુદ્દો બની ગયો છે.

પાક વિમાના 530 કરોડ દબાવી રાખ્યાઃ વિમા કંપનીઓ પર સરકારે ફટકાર્યો દંડ

પાક વિમા માટે અધિકૃત દેશની 18 વિમા કંપનીઓ ખેડૂતોને તેમના હક્કની રકમ આપતી નથી જેને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. સરકારને પણ વિમા કંપનીઓ પર દંડ ફટકારવો પડી રહ્યો છે. ખેડૂતોએ તાજેતરમાં ઠેર ઠેર દેખાવો કર્યા તેની પાછળ પાક વિમા મોડો મળવો તે કારણ છે.

ખેડૂતોના 530 કરોડ રૂ. વિમા કંપનીઓ દબાવીને બેઠી છે. વિલંબ માટે લગભગ 8 કંપનીઓ ઉપર 16 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક વિમા કંપનીને દાવાનો ડેટા મળ્યા બાદ 30 દિવસમાં ચુકવણુ કરવુ જોઈએ જો તે નિષ્ફળ રહે તો 12 ટકાના દરે દંડ લાગે છે.

પાક વિમાના 530 કરોડ દબાવી રાખ્યાઃ વિમા કંપનીઓ પર સરકારે ફટકાર્યો દંડ

હવામાનના મારને કારણે બરબાદ થયેલ પાકના વળતરનું ચુકવણુ કરવાથી ખેડૂતોના ભાગ્ય અને અર્થ તંત્ર ઉપર અસર પડી શકે છે. આ પ્રકારનો વિલંબ લાખો ખેડૂતોને ગરીબીમાં ધકેલી શકે છે. વિલંબના કારણે ખેડૂતોની કૃષિ લોન ચુકવવામાં પણ બાધા ઉભી થાય છે. બેન્કો તેમને ડીફોલ્ટના આરે લઈને આવે છે. કૃષિ લોન લેનાર કોઈપણ ખેડૂત માટે કૃષિ વિમો અનિવાર્ય હોય છે.

વિલંબથી ચુકવણાના દુષ્ચક્રને કારણે બે વર્ષમાં ખેડૂતોએ કૃષિ લોન માફીની માંગણી કરી મોટા પાયે વિરોધ પ્રદર્શનો કર્યા, જેના કારણે રાજકીય પક્ષોએ ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી હતી.