બ્રેકિંગ@પાટણ: યુનિવર્સિટીની ભરતી વિરુદ્ધ વિવાદો બાદ તપાસ ટીમ આવી

અટલ સમાચાર, પાટણ પાટણ સ્થીત ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા ક્લાર્ક સહિતની ભરતી હાથ ધરવામા આવી હતી. જેમાં કેટલાક પરીક્ષાર્થીઓએ ઉત્તરવહી કોરી મુકી હોવાનું સામે આવતા ગેરરિતી સહિતના સવાલો ઉભા થયા હતા. ચોક્કસ પરિક્ષાર્થીઓને નોકરી અપાવવા કારસો રચાયો હોવાની રજુઆત મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગમાં થતા હડકંપ મચી ગયો હતો. ધારાસભ્યોની રજુઆતને પગલે આજે સવારે ગાંધીનગરથી તપાસ
 
બ્રેકિંગ@પાટણ: યુનિવર્સિટીની ભરતી વિરુદ્ધ વિવાદો બાદ તપાસ ટીમ આવી

અટલ સમાચાર, પાટણ

પાટણ સ્થીત ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા ક્લાર્ક સહિતની ભરતી હાથ ધરવામા આવી હતી. જેમાં કેટલાક પરીક્ષાર્થીઓએ ઉત્તરવહી કોરી મુકી હોવાનું સામે આવતા ગેરરિતી સહિતના સવાલો ઉભા થયા હતા. ચોક્કસ પરિક્ષાર્થીઓને નોકરી અપાવવા કારસો રચાયો હોવાની રજુઆત મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગમાં થતા હડકંપ મચી ગયો હતો. ધારાસભ્યોની રજુઆતને પગલે આજે સવારે ગાંધીનગરથી તપાસ ટીમ દોડી આવી છે.

હેમચંન્દ્રાચાર્ય ઉ્ત્તર ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં ક્લાર્ક સહિતની ભરતી માટે પરીક્ષા લેવાઇ હતી. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ ઉત્તરવહી કોરી મુકી હોવાનું સામે આવતા નોકરીનુ સેટિંગ પાડ્યુ હોવાનો વિવાદ ઉભો થયો હતો. આથી પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના કોગી આગેવાનોએ તપાસ કરી ગેરરિતી થઇ હોય તો પારદર્શક રીતે પરીક્ષા લેવા રજુઆત કરી હતી. રાજ્ય શિક્ષણ વિભાગમાં મામલો પહોચતા ભરતી પરિક્ષાને લઇ મથામણ હાથ ધરવામાં આવી હતી.

બ્રેકિંગ@પાટણ: યુનિવર્સિટીની ભરતી વિરુદ્ધ વિવાદો બાદ તપાસ ટીમ આવી

ભારે વિવાદને પગલે પરિક્ષામાં સેટિંગની તપાસ કરવા ગાંધીનગરથી આજે વહેલી સવારે અધિકારીઓની ટીમ દોડી આવી છે. જેમાં યુનિવર્સીટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર સહિતના કર્મચારીઓ પાસેથી વિગતો મેળવવામાં આવી રહી છે. આ તરફ રજુઆત કરતા પરિક્ષાર્થીઓ અને પાટણ ધારાસભ્યને તપાસમાં નહી બોલાવતા ગંભીર આક્ષેપો કર્યા છે. કિરિટ પટેલે જણાવ્યુ હતુ કે તપાસમાં અમોને નહી બોલાવી એક તરફી નિર્ણય લેવાય તેવી સંભાવના છે. જો પારદર્શક રીતે પરીક્ષાનું આયોજન નહી થાય તો આગામી કાર્યક્રમ આપી વિદ્યાર્થીઓના હિતમાં લડત આપવામાં આવશે.