આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ચૈત્રી પૂનમના મેળાના પગલે રાજ્યમાંથી કિન્નર સમુદાય માતાજીની પૂજા અર્ચના કરવા આવતા હોય છે. આ સમાજમાં પણ મતદાનનું વિશેષ મહત્વ છે. તેઓ રાજ્યના દરેક મતદારને મતદાન કરવા ખાસ અપીલ કરી હતી.

મહેસાણા સંસદિય મતવિસ્તારમાં ત્રીજી જાતિના 36 મતદારો નોંધાયા છે. પરંતુ ચૈત્રી પૂનમના પગલે બેચરાજી મંદિર પરીસરમાં મોટી સંખ્યામાં માઇભક્ત ક્ન્નર સમુદાયના લોકો જોવા મળે છે. જે રાજ્યના વિવિધ વિસ્તારમાંથી આવતા હોય છે. સમગ્ર રાજ્યમાં 990 મતદારો ત્રીજી જાતિના નોંધાયા છે. ત્યારબાદ સંક્ષિપ્ત સુધારણા બાદ ત્રીજી જાતિના મતદારોની સંખ્યામાં વધરો જોવા મળ્યો છે.

હજારો વર્ષોથી કિન્નર સમુદાયે સમાજમાં એક પ્રભાવશાળી સ્થાન કબજે કર્યું છે. જેમનામાં કેટલીક દૈવી શક્તિ જોવાનું માનવામાં આવે છે. જેના કારણે લોકો તેમના આશર્વાદ મેળવતા હોય છે. બેચરાજી ખાતે આ સમુહે રાજ્યના મતદારોને મતદાન કરવાની અપીલ કરી હતી. સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ ધરાવતા કિન્નર સમુદાયને બેચરાજી મામલતદાર દ્વારા ઇવીએમ અને વીવીપેટ સહિત મતદાન જાગૃતિ એંગેનું માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મતદાન કરવાના શપથ લેવડાવી અન્ય મતદારોને પણ મતદાર કરવા અપીલ કરાઇ હતી.

બેચરાજી ખાતે યોજાતા ચૈત્રી પૂનમના મેળાના પગલે હજારો ભાવિક ભક્તો બેચરાજી ખાતે માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. વહીવટીતંત્ર દ્વાર મંદિર પરાસરમાં ખાસ આયોજન કરાયું છે. જેમાં ટેન્ટ બનાવી ભક્તોને ઇવીએમ અને વીવીપેટની સમજ આપવામાં આવી રહી છે. માતાજીના ભક્તોને વહીવટીતંત્ર દ્વાર તેમજ કિન્નર સમુદાય દ્વાર મતદાન જાગૃતિ સહિત મત આપવા અપીલ કરાઇ રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code