આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,વડગામ

બનાસકાંઠાના વડગામ નજીક મેમદપુર ગામના જૈન શ્રેષ્ઠીઓના સહકારથી ભવ્ય પંખીઘરના નિર્માણનો પાયો નંખાયો છે. ટૂંક સમયમાં અંદાજીત ૪૨૦૦ પંખીઓ આશરો લઈ શકે તેવું ૫૫ ફૂટ ઉંચાઈનું ભવ્ય પંખીઘર મેમદપુર ગામમાં નિર્માણ પામી જશે. જેને લઇ ગામમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડગામ તાલુકાના મેમદપુરમાં જીવદયાને વરેલા જૈન સંપ્રદાયના ઉત્તમ વિચારસરણીના પરિપાકરૂપે ગામમાં ગામના જૈન શ્રેષ્ઠીઓના સહકારથી ભવ્ય પંખીઘરના નિર્માણનો પા યાનું ખાત મુર્હૂત કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં અંદાજીત ૪૨૦૦ પંખીઓ આશરો લઈ શકે તેવું ૫૫ ફૂટ ઉંચાઈનું ભવ્ય પંખીઘર મેમદપુર ગામમાં નિર્માણ પામશે. ત્યારે વડગામ તાલુકામાં આ પ્રકારનું પ્રથમ પંખીઘર મેમદપુર માં નિર્માણ થઈ રહ્યું છે અને કદાચ બનાસકાંઠા જિલ્લામાં પણ આટલી સંખ્યામાં પક્ષીઓ સલામત આશરો લઈ શકે તેવું પ્રથમ બાંધકામ હશે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી ગામના જૈન સમાજના શ્રેષ્ઠીઓ આ બાબતે ચર્ચા વિચારણા કરતા હતા. અંતે ગામમાં આવેલા હનુમાન મંદિરની સામે ભવ્ય અને ઉત્તમ સ્વપન સાકાર થવા જઈ રહ્યું છે. જ્યારે પશુ પક્ષીઓ માટે જીવવાનો આશરો ખૂટી પડ્યો હોય તેવો માહોલ બનતો જાય છે તેવા સંજોગોમાં પક્ષીઓ માટે સુરક્ષિત ઘરનો વિચાર અને તેનો અમલ કરીને પ્રકૃતિને બચાવવાનું એક ઇશ્વરીય કાર્ય મેમદપુર જૈન સંપ્રદાય કરવા જઈ રહ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code