daru1
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર પ્રદેશના ભાજપના નેતા નરેશ અગ્રવાલના પુત્ર નીતિન અગ્રવાલે આ કાર્યક્રમ યોજ્યો હતો. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઇ ગઇ હતી. જેમાં નીતિન અગ્રવાલે ઉપસ્થિત લોકોને ફૂડ  પેકેટનું વિતરણ કર્યું હતું. જેમાં દારૂની બોટલો પણ સામેલ કરવામાં આવી હતી. જેથી નશેડીઓ મોજમાં આવી ગયા હતા.

નીતિન અગ્રવાલે પોતે જ જાહેરાત કરતા કહ્યુ હતું કે, ગામનાં મુખ્ય લોકો જમવા માટે જાય. જમવાનું તેમના માટે તૈયાર છે. આ ભોજનનો લાભ લેનારા વ્યક્તિઓએ ફુડ પેકેટ ખોલ્યુ તો તેમાં દારૂની બોટલ પણ મળી હતી. અગાઉ નરેશ અગ્રવાલ સમાજવાદી પાર્ટીમાં હતા અને થોડા સમય પહેલાં જ ભાજપમાં જોડાયા છે.

નાના બાળકોને ફૂડ પેકેટ વહેંચાયા

આ ઘટના પ્રકાશમાં આવતા ભાજપના નેતા પર પસ્તાળ પડી છે. ભાજપના એક સાંસદ અંશુલ વર્માએ સમગ્ર ઘટનાની ટિકા કરતા કહ્યું કે, નરેશ અગ્રવાલે જે કર્યુ છે તે ખોટું છે અને તેઓ આ મુદ્દે પાર્ટીના નેતાઓ સાથે વાત કરશે. કેમ કે આ ફૂડ પેકેડ બાળકોને પણ વહેંચવામાં આવ્યા હતા. હું સ્થાનિક વહીવટીતંત્રને પણ આ વિશે લખીશ કે તેમણે આ કાર્યક્રમને મંજૂરી કેમ આપી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code