આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા નજીક ખેતરમાં યુવકની આત્મહત્યા મામલે માંડ લાશનો સ્વિકાર કરી અંતિમસંસ્કાર થયા હતા. જેની નારાજગી ફરી એકવાર સામે આવતા મામલો ગરમાયો છે. મૃતક યુવકના પરિવારજનો મોટી સંખ્યામાં એસપી કચેરી દોડી ગયા હતા. જ્યાં આપઘાત કરવા ઉશ્કેરવા બદલ યુવતી વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવાનાના ગામના યુવકે આત્મહત્યા કરતા બે પરિવારોમાં કોલાહલ મચી ગયો છે. યુવકને આપઘાત કરવા યુવતીએ ઉશ્કેર્યો હોવાની દલીલ બાદ લાશની અંતિમવિધિ અટકી હતી. જોકે બંને પક્ષે સામસામી ફરીયાદ દાખલ થતાં મામલો શાંત પડ્યો હતો.

હવે ફરી એકવાર મૃતક યુવકના પરિવારજનો હિંમતનગર એસપી કચેરી દોડી આવ્યા હતા. જ્યાં યુવતી અને તપાસમાં બહાર આવે તે તમામ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મૃતક યુવકના આપઘાત મામલે ફરીયાદી બંને પરિવારજનો લાલઘૂમ બની ગયા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code