ગુજરાતમાં બનેલી સૌથી શક્તિશાળી K-9 વજ્ર ટેન્ક મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી

અટલ સમાચાર, સુરત વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસે વાયબ્રન્ટ ગુજરાતની ઉપલબ્ધીઓમાં વધારો કરી રહ્યો છે. આજે શનિવારે ભારતીય સૈન્યની તાકાતમાં વધારો કરતા કે-9 વજ્ર ટેન્ક સેનાને સમર્પિત કરાશે. ગુજરાતના સુરતના હજીરાની એલ એન્ડ ટીમાં તૈયાર થયેલી આર્મી માટેની સૌથી શક્તિશાળી કે-9 વજ્ર ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરવા માટે સુરત પહોંચી ગયા છે. મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટથી તૈયાર
 
ગુજરાતમાં બનેલી સૌથી શક્તિશાળી K-9 વજ્ર ટેન્ક મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી

અટલ સમાચાર, સુરત

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસે વાયબ્રન્ટ ગુજરાતની ઉપલબ્ધીઓમાં વધારો કરી રહ્યો છે. આજે શનિવારે ભારતીય સૈન્યની તાકાતમાં વધારો કરતા કે-9 વજ્ર ટેન્ક સેનાને સમર્પિત કરાશે. ગુજરાતના સુરતના હજીરાની એલ એન્ડ ટીમાં તૈયાર થયેલી આર્મી માટેની સૌથી શક્તિશાળી કે-9 વજ્ર ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરવા માટે સુરત પહોંચી ગયા છે. મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટથી તૈયાર થયેલી આ ટેન્કથી ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે.

વડાપ્રધાન શનિવારે હજીરા ખાતે ટેન્ક તૈયાર થઇ તે પ્લાન્ટની મુલાકાત લઇ ફાઉન્ડેશન સ્ટોન ઓફ હજીરા ગન ફેકટરી કાર્યક્રમમાં હાજરી આપી છે. હાલમાં એક ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરાઇ છે. આવી 100 ટેન્ક તૈયાર કરવામાં આવી રહી છે.

પીએમ નરેન્દ્ર મોદી અને ડિફેન્સ મિનીસ્ટર નિર્મલા સીતારમણ બેટરી ઓપરેટેડ કારમાં બેસીને તેઓ જ્યાં આ તોપનું નિર્માણ થાય છે ત્યાં પહોંચ્યાં હતાં. તેમનો કાફલો પણ તેમની સાથે છે. એલ એન્ડ ટીના ચેરમેન અજય નાયક છે. પીએમ મોદીએ ફેક્ટરી તથા અહીંનું કામકાજ અને ટેન્ક કેવી રીતે કામ કરશે તે વિશે માહિતી મેળવી હતી. કોરિયા સાથે મળીને આ ટેન્ક બનાવવામાં આવી છે. ત્યારે હવે કોરિયાથી આવેલા ડેલિગેટ્સ, તથા ડિફેન્સ અને આર્મ્ડ ફોર્સિસ સાથે જોડાયેલા લોકો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

આ ટેન્ક કોઈ પણ વાતાવરણમાં ચાલી શકે તેવી બનાવવામાં આવી છે. ટેન્કનું વજન 47 ટન છે જ્યારે ટેન્કની લંબાઈ 12 મીટર, ઊંચાઈ 2.73 મીટર, ટેન્કમાં ડ્રાઈવર સાથે પાંચ લોકો બેસે તેવી સુવિધા છે. K-9 વજ્ર 21મી સદીના કોઈપણ યુદ્ધને પહોંચી વળવા સક્ષમ છે.