ડીસામાં કોંગ્રેસ, ધાનેરા ખાતે મુસ્લીમ યુવા કમિટીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી

અટલ સમાચાર, ડીસા, ધાનેરા કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલામાં 40 જવાનો ની સરહદ ના પગલે દેશભરમાં પાકિસ્તાન સામે ભારે રોષની લાગણી સર્જાઈ છે. વિવિધ સંસ્થાઓ સંગઠનો રાજકીય પક્ષો દ્વારા પાકિસ્તાન અને આતંકવાદના પૂતળાનું દહન કરીને પાકિસ્તાનથી બદલો લે તેવી લાગણી ધીમે ધીમે જોર પકડી રહી છે. શહીદ થયેલા 42 જવાનો બાબતે બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા
 
ડીસામાં કોંગ્રેસ, ધાનેરા ખાતે મુસ્લીમ યુવા કમિટીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી

અટલ સમાચાર, ડીસા, ધાનેરા

કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલામાં 40 જવાનો ની સરહદ ના પગલે દેશભરમાં પાકિસ્તાન સામે ભારે રોષની લાગણી સર્જાઈ છે. વિવિધ સંસ્થાઓ સંગઠનો રાજકીય પક્ષો દ્વારા પાકિસ્તાન અને આતંકવાદના પૂતળાનું દહન કરીને પાકિસ્તાનથી બદલો લે તેવી લાગણી ધીમે ધીમે જોર પકડી રહી છે.
શહીદ થયેલા 42 જવાનો બાબતે બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા પ્રત્યાઘાત લાગ્યા છે ત્યારે જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા શહેરના સાઈબાબા મંદિર પાસે કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં તમામ સેવાભાવી સંસ્થાઓ ડીસા શહેર કોંગ્રેસ, ડીસા શહેર ભાજપ તથા અનેક રાજકીય આગેવાનો ડીસા શહેરમાં ગતરોજ સાઈબાબા મંદિર ખાતે શહીદોની શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્ડલ માર્ચ યોજી શહેરના મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે નિકાળવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડીસા શહેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ, ડીસા શહેર કરિયાણા મર્ચન્ટ એસો.ના પ્રમુખ જગદીશભાઈ મોદી, ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલ, પ્રકાશભાઈ ભરતીયા તથા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

ધાનેરા મુસ્લિમ યુવા કમિટીની કેન્ડલ માર્ચ

ડીસામાં કોંગ્રેસ, ધાનેરા ખાતે મુસ્લીમ યુવા કમિટીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપીપુલવામાં આતંકી હુમલા માં શહીદ થયેલા 40 જેટલા સૈનિક ની યાદ માં અને એમના માન સમ્માન માટે આજે ધાનેરા ખાતે કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામ ના તમામ વર્ગ ના લોકો જોડાયા હતા અને આ કેન્ડલ માર્ચ યાત્રા લાલ ચોકથી લઈ શહેરમાં માર્ગો પર ફરી હતી. જેમા ૨ મિનીટનું મૌન પાળી શહીદોને શ્રધ્ધાજલિ આપી હતી.

જો જરૂર પડે તો ધાનેરા ના લોકો પણ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરવા માટે પુરે પુરી તૈયારી બતાવી હતી. તેની સાથે સાથે આતંકવાદીઓને ઇટનો જવાબ પથ્થરથી આપવા જનમાંગ ઉઠી હતી.