આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

સરકારે આખરે આજે મહિલા એલ.આર.ડી ભરતીના પરિણામ જાહેર કર્યા છે. 30 દિવસના આમરણાંત ઉપવાસ અને72 દિવસના આંદોલનના ખુબ લાંબા સંઘર્ષ બાદ તમામ દીકરીઓ અને આંદોલનકારીઓએ સરકાર અને ગૃહમંત્રીની બાંહેધરી-આશ્વાસન અને પ્રેસ કોન્ફરન્સ બાદ આંદોલન સમેટ્યું હતું.આંદોલન દરમિયાન સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર આવેદન પત્રો-રેલીઓ-સભાઓએ ગુજરાતમાં ઉગ્ર માહોલ સર્જ્યું હતું. છેલ્લે મહેસાણા સજ્જડ બંધ, મહેસાણામાં ભાજપા કાર્યાલય અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાનનુ કાર્યાલાય બંધ કરી એમના ગઢમાં નાયબ મુખ્યપ્રધાન વિરોધી સૂત્રોચ્ચારથી સરકારમાં ફફડાટ ફેલાવી દીધો હતો.આજે પરિણામ જાહેર થતાં જ તમામ દીકરીઓ અને આંદોલનકારીઓની સંઘર્ષપુર્ણ લડાયક મિજાજથી ચાલેલ ઐતિહાસિક લડત સફળ થઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં ગત દિવસોએ મહિલા એલઆરડી ભરતી મુદ્દે આંદોલન થયુ હતુ. જોકે આજે સરકારે પરિણામ જાહેર કરતા એલ.આર.ડી ની મહિલા ઉમેદવાર તમામ વર્ગની OBC-SC-ST અને બિનઅનામત તમામ વર્ગ અને આંદોલનકારીઓમાં હર્ષની લાગણીઓ છવાઈ છે. આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભીજીતસિંહ બારડ જેમને સતત આંદોલનમાં જોડાઈ આક્રમકતા પુર્વક સરકારને પડકારી,આખી ચળવર દરમિયાનને મજબૂત, વેગવંતુ અને OBC,SC,ST સમાજને સક્રિયતાથી જોડીને સરકારની ઊંઘ હરામ કરી નાખી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અભિજીતસિંહ અને એલઆરડી મહિલાઓએ સરકારને નમતુ જોખવા અને ઝુકવા માટે મજબૂર કરી હતી. એમના લડાયક મિજાજથી મહેસાણાની obc જાહેર સભા, મહેસાણા સજ્જડ બંધ,ઠેર ઠેર આવેદનપત્રો, રેલીઓ, યાત્રાએ આંદોલનને પ્રચંડ સ્વરૂપ આપી દીધુ હતું. આ આંદોલનને સફળ બનાવવા છાવણીમાંથી રામજીભાઈ ઠાકોર, હસમુખ સક્શેના, ભરતભાઈ ચૌધરી, દેવેન્દ્રસિંહ, નવઘણજી, ધરમશી ધાપા, જગદીશભાઈ-ભીમઆર્મી, રાજુભાઈ, ગૌરાંગભાઈ, શૈલેષભાઈ, હાર્દિક ચૌધરી, સાગર ચૌધરી, મેલાજી ઠાકોર, રાજભા ઠાકોર, જેવા સામાજિક અગ્રણીઓની મહત્વની ભૂમિકા રહી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code