આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ગુજરાત ગુરૂબ્રાહ્મણ સમાજની સામાન્ય સભા ગત રવિવારે રાજકોટ ખાતે ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન અને રાજયકક્ષાના પ્રમુખ ગૌતમભાઇ ગેડીયાની ઉપસ્થિતિમાં મળી હતી. આ સામાન્ય સભામાં ગુજરાતના
અલગ-અલગ જીલ્લામાં વસવાટ કરતા ગુરૂબ્રાહ્મણ સમાજના લોકો ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહયા હતા. આ સિવાય પણ ગુરૂબ્રાહ્મણ સમાજની સંસ્થાના આજીવન સભ્યો,સંગઠન હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

આ સામાન્ય સભામાં ગૌતમભાઇની ઉપસ્થિતિમાં રાજયકક્ષાના પ્રમુખ અને મંત્રીની વરણી કરવામાં આવી હતી. જેમાં રાજયકક્ષાના પ્રમુખ તરીકે હિંમતનગરના નિવૃત્ત માલમતદાર જે.વી.શ્રીમાળીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ વરણીને રાજયના તમામ જીલ્લાઓના આગેવાનોએ વધાવી લઇ નવનિયુકત પ્રમુખ ને શુભકામનાઓ પાઠવી હતી. આ સિવાય રાજયકક્ષાના મહામંત્રી તરીકે સી.એન.જોષી ની વરણી કરવામાં આવી હતી

.

 

 

 

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code