દેશનો ધનિક અંબાણી પરિવારઃ પિતા કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં, પુત્ર ભાજપની રેલીમાં

અટલ સમાચાર, ડેસ્ક લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે ભારત દેશના ધનીક એવા અંબાણી પરિવારનું રાજકીય કનેકશન જોવા મળ્યું છે. દેશના સૌથી ધનિક વ્યકિત, બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ થોડાંક દિવસ પહેલાં જ મુંબઇ દક્ષિણી લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર મિલિંદ દેવડાનું સમર્થન કર્યું હતું. શુક્રવારના રોજ અંબાણીના દીકરા અનંત વડાપ્રધાન નરેન્દ્ર
 
દેશનો ધનિક અંબાણી પરિવારઃ પિતા કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં, પુત્ર ભાજપની રેલીમાં

અટલ સમાચાર, ડેસ્ક

લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે ભારત દેશના ધનીક એવા અંબાણી પરિવારનું રાજકીય કનેકશન જોવા મળ્યું છે. દેશના સૌથી ધનિક વ્યકિત, બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ થોડાંક દિવસ પહેલાં જ મુંબઇ દક્ષિણી લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર મિલિંદ દેવડાનું સમર્થન કર્યું હતું. શુક્રવારના રોજ અંબાણીના દીકરા અનંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં સામેલ થયા. ટીવી ચેનલ અને સોશ્યલ મીડિયા પર રેલીમાં પહોંચ્યાની તસવીરો સામે આવી છે.

રિપોર્ટસમાં અનંતના હવાલાથી કહ્યું છે કે ત્યાં પીએમને સાંભળવા પહોંચ્યા હતા. બાન્દ્રા કુર્લા ખાતેની રેલીમાં આગળની કતારમાં અનંત પણ બેઠો હતો. તે દરમ્યાન એક મરાઠી સમાચાર ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે હું પીએમને સાંભળવા અને દેશને સમર્થન કરવા આવ્યો છું. મુંબઇમાં 29મી એપ્રિલના રોજ મતદાન છે.