હારિજના જુની પાંજરાપોળ વિસ્તારમાં બની રહેલ રોડમાં ભ્રષ્ટાચારની બૂમરાડ

અટલ સમાચાર, પાટણ હારિજ ખાતેના જુની પાંજરાપોળ વિસ્તારમાં બની રહેલ સી.સી. રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે હારિજ ચીફ ઓફીસર તેમજ પ્રમુખને લેખીતમાં જાણ કરી તપાસ કરવા લેખીતમાં જાણ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર હારીજમાં આવેલ પટેલવાસ, હસ્તિનાપુર, જુની પાંજરાપોળ વિસ્તારમાં બની રહેલ સી.સી.રોડના કામમાં ચાલતો વ્યાપક ભ્રષ્ટાચાર અટકાવવા ચીફ
 
હારિજના જુની પાંજરાપોળ વિસ્તારમાં બની રહેલ રોડમાં ભ્રષ્ટાચારની બૂમરાડ

અટલ સમાચાર, પાટણ

હારિજ ખાતેના જુની પાંજરાપોળ વિસ્તારમાં બની રહેલ સી.સી. રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે હારિજ ચીફ ઓફીસર તેમજ પ્રમુખને લેખીતમાં જાણ કરી તપાસ કરવા લેખીતમાં જાણ કરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હારીજમાં આવેલ પટેલવાસ, હસ્તિનાપુર, જુની પાંજરાપોળ વિસ્તારમાં  બની રહેલ સી.સી.રોડના કામમાં ચાલતો વ્યાપક ભ્રષ્ટાચાર અટકાવવા ચીફ ઓફીસરને જાગૃત નાગરિક દ્વારા લેખીતમાં જાણ કરી યોગ્ય તપાસ કરવા જણાવ્યું છે.

નવીન બની રહેલ સી.સી.રોડના કામમાં નિયમ વિરુદ્ધ મીની પ્લાન્ટ સીમેન્ટ વાપરવામાં આવ્યો છે.  બાકીના મટેરીયલમાં પણ ક્વોલીટી-કોન્ટીટી જાળવવામાં આવતી નથી. આ ઉપરાંત પી.સી.સી. આર.સી.સી. પુરતા પ્રમાણમાં નથી, પાણી પુરતા પ્રમાણમાં વપરાયેલ નથી, નિયમ વિરુદ્ધ  મેજર પ્લાન્ટ ઓપીસી સિમેન્ટની જગ્યાએ મીની પ્લાન્ટ સીમેન્ટ વાપરવામાં આવ્યો છે. તેમજ માલ પણ હલકીકક્ષાનો વાપરવામાં આવ્યો છે. ઉપરોક્ત બાબતોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ બાબતે સત્તાધીશો યોગ્ય તપાસ કરી નાણાં ન ચુકવવા જાણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હારિજમાં રોડ-રસ્તા અને ટ્રાફીકની સમસ્યાથી સ્થાનીકો ભારે પરેશાન થઈ રહ્યા છે તેવામાં જો નવીન બની રહેલા રોડમાં જ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય અને તંત્ર બેધ્યાન રહે તો પ્રજાનું કોણ? તેમ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.