આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

રાજયભરના આરોગ્ય કર્મચારીઓ ર૧મીથી પાંચ દિવસ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે, ર૮મીએ ફરજ પર હાજર રહેશે પરંતુ રીપોટીંગ નહી કરે, ૬ ફેબ્રુઆરીએ માસ સીએલ અને ૧પ ફેબ્રુઆરીથી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરશે.
ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજયભરનાં વિવિધ સંવર્ગના તમામ આરોગ્ય કર્મચારીઓના હિતાર્થે પડતર પ્રશ્ર્નો અંગે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને પંચાયત મંત્રીને આવેદન પાઠવીને રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત સંદર્ભે રાજય સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા તાકીદે કારોબારી સભા બોલાવવામાં આવી હતી આ કારોબારી સભામાં પડતર પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા માટે લડતનો માર્ગ અપનાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.

આ બેઠકમાં આંદોલનના કાર્યક્રમનું આયોજન કરીને રાજયભરના વિવિધ સંવર્ગનાં તમામ આરોગ્ય કર્મચારી ભાઇઓ- બહેનોને આ આંદોલનમાં જોડાવાની સુચના આપવામાં આવી છે.

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘનાં આદેશને પગલે રાજયભરનાં આરોગ્ય કર્મચારીઓ આગામી તા.ર૧ થી રપ સુધી કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવશે. તા. ર૮ના રોજ આરોગ્ય કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે પરંતુ તાલુકા, જીલ્લા અને રાજયકક્ષાએ રીપોટીંગ કરશે નહીં.

તા.૬ ફેબ્રુઆરીના રોજ માસ સીએલ મુકી જીલ્લા મથકે રામધુન, સફાઇ કામગીરી અને દેખાવ કાર્યક્રમો આપશે. બાદમાં તા.૧પ ફેબ્રુઆરીથી આરોગ્ય કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી જશે તેમ આરોગ્ય કર્મચારી મહાસંઘના મહામંત્રી વજુભા જાડેજા, મુખ્ય કન્વિનર સુરેશભાઇ ગામીત અને પ્રમુખ કીરીટસિંહ ચાવડાએ જાહેર કર્યુ છે.

22 Sep 2020, 11:02 AM (GMT)

COVID-19 Global Stats

31,742,193 Total Cases
973,933 Death Cases
23,360,948 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code