આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા નજીક છેલ્લા કેટલાંક દિવસોથી દારૂની હેરાફેરી તેજ બની છે ત્યારે ફરી એકવાર મટોડા નજીકથી દારૂ ભરેલી કાર ઝડપાઇ છે. બાતમીને આધારે સ્ટેટ વિજીલન્સની ટીમે ફીલ્મી ઢબે પીછો કરી સરેરાશ પ લાખથી વધુના મુદામાલ સાથે આરોપીઓની અટકાયત કરી છે.

રાજસ્થાનથી ખેડબ્રહ્મા મારફત ગુજરાતના વિવિધ ઠેકાણે દારૂ પહોંચતો હોવાના અટલસમાચાર.કોમના અહેવાલને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. તાજેતરમાં શ્યામનગર નજીક દારૂ પકડયા બાદ બુધવારે બપોરે મટોડાની સીમ પાસેની દારૂ ભરેલી ગાડી ઝડપી લેવાઇ છે. સ્ટેટ મોનીટરીંગની ટીમના પોલીસ અધિકારીઓએ ચબરાક આરોપીઓને જાણે ફીલ્મી સ્ટાઇલમાં પકડી પાડયા છે. દારૂની બોટલોની સંખ્યા વધુ હોઇ પોલીસને ગણતરી કરવા કલાકોનો સમય લાગ્યો હતો. જોકે,સરેરાશ બે લાખના દારૂ સહિત પ લાખથી વધુનો મુદામાલ પકડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code