Coolectro b.K.
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

રાજ્યમાં 26 જાન્યુઆરીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે સૌથી મહત્વની બાબત એ છે કે 10 વર્ષ પછી પ્રજાસત્તાકની ઉજવણી પાલનપુરમાં કરવામાં આવશે. બનાસકાંઠાના પાલનપુરમાં રાજ્ય સ્તરે પ્રજાસત્તાક પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે તે માટે અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આ અંગે બનાસકાંઠાના કલેક્ટર સંદીપ સાંગલે દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટરે કહ્યું હતું કે, બનાસકાંઠાના પાલનપુરમાં 10 વર્ષ પછી ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેથી આ વખતે શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવશે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવશે.
પાલનપુરની રામપુરા ચોકડી ખાતે મેદાનમાં રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવશે તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો હેરિટેજની ઝાંખી દર્શાવતા કાર્યક્રમો શહેરની જુદી જુદી જગ્યાએ યોજાશે. તે સિવાય બીએસએફ દ્વારા પાલનપુર હેડ કવાર્ટર ખાતે અદ્યતન શસ્ત્ર પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. તેમજ પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવ આ કાર્યક્રમનું મોનીટરીંગ કરશે.
મુખ્યમંત્રી 19 જેટલા ખાત મુહૂર્ત કરશે જેમાં 196 કરોડના કામ કરવામાં આવશે. ગુજરાતનું ગૌરવ દર્શાવતી ઝાંખી અને મુશાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પરંપરાગત રમતોની સ્પર્ધા રાખવામાં આવી છે. જેમાં જાહેર પ્રજા પણ ભાગ લઈ શકશે. જો કે અત્યારે પાલનપુરમાં પ્રજાસત્તાદિનની ઉજવણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code