કાંકરેજનું શિહોરી સજ્જડ બંધ જ્યારે શાળાઓમાં શહિદોને શ્રદ્ધાંજલિ અપાઈ

અટલ સમાચાર, ભગવાન રાયગોર જમ્મુ-કાશ્મીર પુલાવામાં CRPFના જવાનો પર થયેલા હીંચકારી આતંકી હુમલાના વિરોધમાં શિહોરી વ્યાપારી યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રોષ એટલો ભારે હતો કે જય ભારતના નારા સાથે રેલી તથા પાકિસ્તાનીઓનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. શિહોરી બજારમાં રેલી યોજી પાકિસ્તાન મુર્દાબાદ નારા લાગ્યા હતા. તેમજ શિહોરી હિન્દુ યુવા વાહિની તથા હિન્દુ સંગઠનો
 
કાંકરેજનું શિહોરી સજ્જડ બંધ જ્યારે શાળાઓમાં શહિદોને શ્રદ્ધાંજલિ અપાઈ

અટલ સમાચાર, ભગવાન રાયગોર

જમ્મુ-કાશ્મીર પુલાવામાં CRPFના જવાનો પર થયેલા હીંચકારી આતંકી હુમલાના વિરોધમાં શિહોરી વ્યાપારી યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રોષ એટલો ભારે હતો કે જય ભારતના નારા સાથે રેલી તથા પાકિસ્તાનીઓનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. શિહોરી બજારમાં રેલી યોજી પાકિસ્તાન મુર્દાબાદ નારા લાગ્યા હતા. તેમજ શિહોરી હિન્દુ યુવા વાહિની તથા હિન્દુ સંગઠનો દ્વારા વેપારી યુવાનો મોટી સંખ્યામાં પાકિસ્તાન સામે બદલો લેવાનો રોષ વ્યક્ત કર્યો હતો.

પે કેન્દ્ર શાળા અને શિવશક્તિ હાઈસ્કૂલે વિર શહીદોને શ્રધ્ધાંજલિ આપી

યુવા મિત્ર સંગઠન ખારિયા ગામના યુવાનો, વડીલો, આગેવાનો, શિક્ષકો અને બાળકો દ્વારા મૌન પાડી જમ્મુ કાશ્મીરના પુલવામા આપણા ભારત દેશના જાંબાઝ વિરલાઓ શહિદ થયા છે. જેમને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે ખારેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તમામ દેશપ્રેમી, ફોજી મિત્રો, માતૃભુમી પ્રેમી તમામ યુવાનો ભાઈઓ, બહેનો તથા વડીલો આગેવાનો હાજર રહી અશ્રુભીની શ્રધ્ધાંજલી આપી હતી. રેલીમા ‘હિંદુસ્તાન જીંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ’, ‘જય જવાન જય કિસાન’, ‘શહિદો તુમ અમર રહો’ના નારાથી કાંકરેજ પંથકમાં દેશદાઝ ગુંજી ઉઠ્યો હતો. કાંકરેજવાસીઓએ લોક ફાળો ઉઘરાવી મુંગા પશુ-પંખીઓને આપી શહિદોને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.