સાપાવાડા ગ્રામજનોએ ઉત્તરાયણની પરંપરા જાળવી રાખી, ગાય-કૂતરાને ઘાસ-લાડુ વહેંચ્યા
અટલ સમાચાર, બેચરાજી હિન્દૂ ધર્મનો મહિમા અનેરો હોય છે. અહીં દાન-ધર્મ અને મદદ માટે હાથ લાંબો થતો આવ્યો છે. બસ આવું જ એક બહુચરાજી તાલુકાનું સાપાવાડા ગામ છે જ્યાં આ વર્ષે ઘાસચારાની તિવ્ર અછત હોવા છતાં આજે ગ્રામજનોએ ઉદાર હાથે વહેલી સવારે ઘાસના ભાડેભાડા લઈને ગાયોને ઘાસ ખવડાવવા આવી પહોંચ્યા હતા. ગામલોકો દ્વારા શ્વાન માટે
Jan 15, 2019, 15:50 IST

અટલ સમાચાર, બેચરાજી
હિન્દૂ ધર્મનો મહિમા અનેરો હોય છે. અહીં દાન-ધર્મ અને મદદ માટે હાથ લાંબો થતો આવ્યો છે. બસ આવું જ એક બહુચરાજી તાલુકાનું સાપાવાડા ગામ છે જ્યાં આ વર્ષે ઘાસચારાની તિવ્ર અછત હોવા છતાં આજે ગ્રામજનોએ ઉદાર હાથે વહેલી સવારે ઘાસના ભાડેભાડા લઈને ગાયોને ઘાસ ખવડાવવા આવી પહોંચ્યા હતા.
ગામલોકો દ્વારા શ્વાન માટે લાડુ બનાવીને ખવડાવ્યા હતા. તેમજ ઉતરાયણના દિવસે ગાયોની સેવા અને દાન આપવાનો મહિમા અતિ મહત્વનો રહેલો હોવાથી આ દિવસે દાનવીર મહાનુભાવો યથાશક્તિ દાન કરતા હોય છે. વહેલી સવારે ગામમાં ફરીને ગાયો તેમજ શ્વાન માટે ફંડ એકઠું કરે જીવદયાપ્રેમીઓની કામગીરીને બિરદાવવી રહી.