કાંકરેજમાં લીમડાના ઝાડમાંથી સફેદ પ્રવાહી નીકળતા કુતૂહલ સર્જાયું

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) કાંકરેજ તાલુકાના ખિમાણામા હાઈસ્કૂલ પાસે લીમડામાંથી સફેદ રંગનું પ્રવાહી નીકળતા લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. એવુ કહેવામાં આવે છે કે કોઈપણ જાડમાથી ગુંદર જેવો પદાર્થ નીકળતો હોય છે પણ આ ઘટના અલગ પ્રકાર ની જોવા મળી રહી છે. કાંકરેજના ખિમણા ગામે ઉત્તરબુનિયાદ હાઇસ્કૂલ આગળ એક લીમડાના જાડમાંથી સફેદ રંગનું
 
કાંકરેજમાં લીમડાના ઝાડમાંથી સફેદ પ્રવાહી નીકળતા કુતૂહલ સર્જાયું

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના ખિમાણામા હાઈસ્કૂલ પાસે લીમડામાંથી સફેદ રંગનું પ્રવાહી નીકળતા લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે.

એવુ કહેવામાં આવે છે કે કોઈપણ જાડમાથી ગુંદર જેવો પદાર્થ નીકળતો હોય છે પણ આ ઘટના અલગ પ્રકાર ની જોવા મળી રહી છે. કાંકરેજના ખિમણા ગામે ઉત્તરબુનિયાદ હાઇસ્કૂલ આગળ એક લીમડાના જાડમાંથી સફેદ રંગનું પ્રવાહી નીકળતું હોઈ સ્કૂલના વિધ્યાર્થીઓને નજરે પડ્યું હતું. અને જોત જોતમાં ગામના લોકો ટોળે ટોળા આ દ્રશ્ય જોવા એકઠા થયા હતા. આ ઘટનાથી લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખરેખર કુદરતી રીતે સફેદ પ્રવાહી વહી રહ્યું છે કે પછી લોકોના જાણવા મળ્યા અનુસાર લીમડો જરે એવી પણ લોકવાયકા છે. હાલ તો ગામલોકોમાં આ ઘટનાએ કુતૂહલવશ પેદા કર્યું છે.