ચોરી@લીંબડી: 4 લાખથી વધુના વીજવાયરો ગાયબ, ગોડાઉનમાંથી પકડાતાં ઇજનેરો ચોંક્યાં

અટલ સમાચાર ડોટ કોમ, લીંબડી કોરોના કહેર વચ્ચે લીંબડી પંથકમાંથી વીજવાયરોની ચોરીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. કોઇ ઇસમોએ 10 માર્ચથી 6 મે સુધી અલગ-અલગ ચાર જગ્યાએથી અંદાજે 4 લાખના વીજ વાયરોની ચોરી કર્યાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે નાયબ ઇજનેરે પ્રાથમિક તપાસ કરતાં એક ઇસમના વાડામાંથી કેબલો મળી આવતાં લીંબડી પોલીસ મથકે
 
ચોરી@લીંબડી: 4 લાખથી વધુના વીજવાયરો ગાયબ, ગોડાઉનમાંથી પકડાતાં ઇજનેરો ચોંક્યાં

અટલ સમાચાર ડોટ કોમ, લીંબડી

કોરોના કહેર વચ્ચે લીંબડી પંથકમાંથી વીજવાયરોની ચોરીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. કોઇ ઇસમોએ 10 માર્ચથી 6 મે સુધી અલગ-અલગ ચાર જગ્યાએથી અંદાજે 4 લાખના વીજ વાયરોની ચોરી કર્યાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે નાયબ ઇજનેરે પ્રાથમિક તપાસ કરતાં એક ઇસમના વાડામાંથી કેબલો મળી આવતાં લીંબડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીથી બોરણા ગામ તરફના રોડ પર અંડરગ્રાઉન્ડ વીજ વાયરોની ચોરીની ઘટના સામે આવી છે. તા.10/03/2021થી તા.06/05/2021 સુધીના સમયગાળા દરમ્યાન કોઇપણ ઇસમે કેબલ કાપીને ચોરી કર્યાનું ખુલ્યુ છે. ઇસમે સુરધનદાદા મંદીર પાસે, હોમિયોપેથિક કોલેજ પહેલા, ગોપાલનગર અને બોરણા ગામથી થોડેક આગળ મળી કુલ 150 મીટર અંડર ગ્રાઉન્ડ કેબલની ચોરી કરી હતી. જે કેબલ ચોરણીયા મોમાઇરાજ હોટલની બાજુના ભંગારના વાડામાંથી મળી આવતાં ગોડાઉન માલિક સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગત દિવસોએ પંથકમાંથી વીજ વાયરોની ચોરી બાદ નાયબ ઇજનેર સહિતના તપાસમાં લાગ્યા હતા. ગત દિવસોએ અજાણ્યાં ઇસમોએ ચાર અલગ-અલગ જગ્યાએથી કુલ 150 મીટર કેબલ જેની કિ.રૂ.4,03,599ની ચોરી કરી હતી. જે બાદમાં નાયબ ઇજનેર હિતેષકુમાર સુતરીયાએ તપાસ કર્યા બાદ પ્રભુલાલ માંગીલાલ ગુર્જરના ગોડાઉનમાંથી વીજવાયરો મળી આવ્યા હતા. જેથી તેની સામે લીંબડી પોલીસ મથકે ઇન્ડીયન ઇલેક્ટ્રીસિટી એક્ટની કલમ 136(1)(a), 136(1)(c) મુજબ ગુનો નોંધાવતાં તપાસ હાથ ધરાઇ છે.