ચોરી@કડીઃ આધેડની થેલીમાંથી 1.60 લાખ ઝુંટવી બાઈક સવાર ફરાર

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના કડી ખાતે એક 60 વર્ષીય આધેડ પોતાના કોઈ કામ અર્થે ગયા હતા. જ્યારબાદ રિક્ષામાં બેસી ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન બાઈક સવાર બે ચોર ઈસમોએ તેણીની થેલીમાં રહેલ 1.60 લાખ લઈ રફુચક્કર થઈ ગયા હતા. આ અંગેની કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કડી ખાતે રહેતા ફરિયાદી વિષ્ણુભાઈ પટેલે
 
ચોરી@કડીઃ આધેડની થેલીમાંથી 1.60 લાખ ઝુંટવી બાઈક સવાર ફરાર

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના કડી ખાતે એક 60 વર્ષીય આધેડ પોતાના કોઈ કામ અર્થે ગયા હતા. જ્યારબાદ રિક્ષામાં બેસી ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન બાઈક સવાર બે ચોર ઈસમોએ તેણીની થેલીમાં રહેલ 1.60 લાખ લઈ રફુચક્કર થઈ ગયા હતા. આ અંગેની કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

કડી ખાતે રહેતા ફરિયાદી વિષ્ણુભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદ અનુસાર નાની કડી કૌશલ્ય સોસાયટીના પાટીયા પાસે પોતે રિક્ષામાં કડી પટેલ ભુવનથી ઘરે તરફ આવ્યા હતા. જ્યાં રિક્ષામાંથી ઉતરી રિક્ષા ચાલકને ભાડૂ આપતા હતા. આ દરમિયાન પોતાની પાસે એક થેલીમાં રોકડ રૂ.1,60,000 હતા. જે કોઈ ચોર ઈસમોની નજરમાં આવી ગયા હતા. જેથી તેમનો પીછો કરી રહેલ બાઈક પર સવાર બે અજાણ્યા શખસો ફરિયાદીના હાથમાંની થેલીમાં રહેલ 1.60 લાખ રોકડ ભરેલ થેલી ઝુંટવી લીધી હતી. અને ત્યાંથી બન્ને ફરાર થઈ ગયા હતા. આ અંગેનો કડી પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.