ચોરી@તલોદ: બંધ મકાનમાંથી સોના-ચાંદી સહિતનો સામાન લઈ તસ્કરો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, સાબરકાંઠા ઉત્તરાયણના તહેવાર બાદ તલોદ તાલુકાના ગામે બંધ ઘરમાંથી અજાણ્યાં તસ્કરો સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયાની ફરીયાદ પોલીસ મથકે નોંધાઇ છે. પરિવારના લોકો ગાંધીનગર ખાતે રહેતા હોઈ તેમના બંધ મકાનનુ તાળુ તુટ્યુ હતુ. જ્યાં ઘરમાં રાખેલા દાગીના વાસણો જેવો સરસામાન મળી કુલ 85 હજારની ચોરી થયાનુ સામે આવતા અજાણ્યા
 
ચોરી@તલોદ: બંધ મકાનમાંથી સોના-ચાંદી સહિતનો સામાન લઈ તસ્કરો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, સાબરકાંઠા

ઉત્તરાયણના તહેવાર બાદ તલોદ તાલુકાના ગામે બંધ ઘરમાંથી અજાણ્યાં તસ્કરો સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયાની ફરીયાદ પોલીસ મથકે નોંધાઇ છે. પરિવારના લોકો ગાંધીનગર ખાતે રહેતા હોઈ તેમના બંધ મકાનનુ તાળુ તુટ્યુ હતુ. જ્યાં ઘરમાં રાખેલા દાગીના વાસણો જેવો સરસામાન મળી કુલ 85 હજારની ચોરી થયાનુ સામે આવતા અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લામાં આવેલ તલોદ તાલુકાના વરવાડા ગામના અમીતાબેન અલ્પેશભાઈ મેસરીયા તેમની પતિની નોકરી ગાંધીનગર ખાતે હોઈ તેઓ ત્યાં જ રહે છે.  તેઓ હમણાં જ ઉત્તરાયણમાં પ્રસંગ ઉજવવા ગામે ગયા હતા. ત્યારબાદ તેઓને ગત 26મી જાન્યુઆરીએ જાણ થઈ હતી કે, તેમના બંધ મકાનમાં ચોરી થઈ છે. જેથી તેઓ ગામે પહોંચી ઘરે તપાસ કરી તો ઘરમાં પડેલો સામાન તસ્કરો ઉઠાવી ગયા હતા. જેમાં સોના–ચાંદીના દાગીના,એલઈડી ટીવી, વાસણ સહીતનો સામાન ચોરાઈ ગયો હતો. આ મામલે તેમને તલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તસ્કરોએ બંધ મકાનમાં હાથફેરો કરી દાગીના સહિત રોકડ રકમ મળી કુલ 85,350ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરો ઘરમાંથી સોનાનો હાર કિ.રૂ.40,000, સોનાની દોરો કિ.રૂ.30,000, વિંટી કિ.રૂ.5000 એલઈડી ટીવી કિ.રૂ 7000, પીત્તળના થાળ કિ.રૂ. 400, બે ઘડા કિ.રૂ.500, ડોલ નંગ 2 કિ.રૂ.500, તપેલા કિ.રૂ.750, ખાટલો કિ.રૂ. 1000, વાટકા કિ.રૂ.200નો મુદ્દામાલ ચોરી ગયા હતા. આથી મહિલાએ અજાણ્યા ચોર ઇસમો સામે તલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ આપતાં પોલીસે આઇપીસીની કલમ 454,457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.