આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર

વડનગરમાં પરિવાર ધાબા પર સુતો રહ્યોને તસ્કરોએ ઘરમાં ચોરી કર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ શહેરના એક વિસ્તારમાં રહેતાં યુવકનો પરિવાર રાત્રે ધાબા પર સુઇ ગયો હતો. જે બાદમાં અજાણ્યાં ઇસમોએ ઘરમાં પ્રવેશી તિજોરી અને લોકરો તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જે બાદમાં વહેલી સવારે યુવકની બહેનને તાળું તુટ્યાની જાણ થતાં ચોરી થયાનું ખુલ્યુ હતુ. જેથી યુવક સહિતના ઘરમાં તપાસ કરતાં અંદરથી એક લાખથી વધુના સોના-ચાંદીના દાગીના ચોરોયા હોવાનું ખુલ્યુ હતુ. સમગ્ર મામલે યુવકે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ વડનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વડનગરના રહેણાંક મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. શહેરના ભાવસારઓળમાં રહેતાં વિવેક ભાવસાર મહેસાણા ખાતે ખાનગી નોકરી કરે છે. ગત તા.16 જૂનના રોજ તેઓ પોતાના ઘરે જમીને બીજા ઘરે સુવા ગયા હતા. જોકે આ ઘરે ધાબા પર તેમના કાકા સહિતના સુઇ ગયા હતા. જે બાદમાં વહેલી સવારે વિવેકના બહેને ઘરના દરવાજાનું તાળું તુટેલી હાલતમાં જોયા બાદ તપાસ કરતાં અંદરથી સોના-ચાંદીના દાગીનાની ચોરી થયાનું ખુલ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વડનગરમાં રહેણાંક મકાનમાં ચોરીની ઘટનાને લઇ ચકચાર મચી ગઇ છે. પરિવાર ધાબા પર સુઇ ગયા બાદ અજાણ્યાં ઇસમોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદમાં તિજોરી અને અંદરના લોકરો તોડી સોના-ચાંદીના દાગીના મળી કુલ 1,09,350 ની ચોરી કરી નાસી છુટ્યા હતા. સમગ્ર મામલે યુવકે અજાણ્યાં ઇસમ વિરૂધ્ધ વડનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેથી પોલીસે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ આઇપીસી કલમ 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code