અમારી સરકાર પર એકપણ ભ્રષ્ટાચારનો દાગ નહીં: PM મોદી

અટલ સમાચાર, ડેસ્ક ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. જેમા અધિવેશનમાં સ્વ. અટલજીને યાદ કર્યા. પીએમ મોદીએ સંબોધનની શરૂઆથમાં બધાને નવા વર્ષની શુભકામના પાઠવતાં કહ્યું કે એક સમયે 2 રૂમ, બે સાંસદોથી ચાલવાવાળી પાર્ટી આજે મોટી સંખ્યામાં બેઠક કરી રહી છે. અટલજી વડાપ્રધાન રહ્યાં હોત તો આજે દેશ અલગ ઊંચાઇ પર પહોંચ્યો હોત.
 
અમારી સરકાર પર એકપણ ભ્રષ્ટાચારનો દાગ નહીં: PM મોદી

અટલ સમાચાર,  ડેસ્ક

ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. જેમા અધિવેશનમાં સ્વ. અટલજીને યાદ કર્યા. પીએમ મોદીએ સંબોધનની શરૂઆથમાં બધાને નવા વર્ષની શુભકામના પાઠવતાં કહ્યું કે એક સમયે 2 રૂમ, બે સાંસદોથી ચાલવાવાળી પાર્ટી આજે મોટી સંખ્યામાં બેઠક કરી રહી છે. અટલજી વડાપ્રધાન રહ્યાં હોત તો આજે દેશ અલગ ઊંચાઇ પર પહોંચ્યો હોત. પીએમ મોદીએ 2019ની ચૂંટણીને લઇને કાર્યકર્તાઓ જીતનો મંત્ર આપ્યો.

પીએમ મોદીએ યુપીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે અગાઉની સરકારે લોકોને અંધારામાં રાખ્યા. ભાજપની સરકાર માત્ર વિકાસના રસ્તે ચાલી રહી છે. ભારતે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવાનું છે. દેશના લોકોએ ગુમાવેલો વિશ્વાસ પરત લાવવાનું કામ ભાજપે કર્યું છે.

એક ભારત, શ્રેષ્ઠ ભારત જ અમારો ઉદ્દેશ્ય છે. આજે સ્વામી વિવેકાનંદની પણ જયંતી છે. કઠોર નિર્ણયોનો પણ દેશે એકજૂટ થઇ ભાજપને સાથ આપ્યો. પીએમ મોદીએ અનામતને લઇને જણાવ્યું કે કોઇના હકને માર્યા વિના જ અમે 10 ટકા અનામત આપ્યું.

છેલ્લા સાડા ચાર વર્ષની કામગીરીથી લોકો ભાજપ પ્રત્યે વિશ્વાસ પ્રગટ કરી રહ્યાં છે. ગામડાઓમાં મહિલાના સશક્તિકરણ માટે પ્રયાસો થઇ રહ્યાં છે. અનામત અંગે કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યાં છે. અમે અન્નદાતાઓને ઊર્જાદાતા બનાવ્યાં.