મારા અને વિરાટ કોહલી વચ્ચે કોઈ અફેર નથીઃ તમન્ના ભાટિયા

અટલ સમાચાર, ડેસ્ક 2012માં ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ તમન્ના ભાટિયાના અફેરની જોરદાર ચર્ચા હતી. એ સમયે બંનેએ એક એડમાં સાથે કામ કર્યું હતું અને પછી તેમના અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ હતી પણ તેમણે ક્યારેય આ વાતનો જાહેરમાં સ્વીકાર નહોતો કર્યો. હવે ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તમન્ના ભાટિયાએ વિરાટ કોહલી સાથેની ડેટિંગની ચર્ચા પર
 
મારા અને વિરાટ કોહલી વચ્ચે કોઈ અફેર નથીઃ તમન્ના ભાટિયા

અટલ સમાચાર, ડેસ્ક

2012માં ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ તમન્ના ભાટિયાના અફેરની જોરદાર ચર્ચા હતી. એ સમયે બંનેએ એક એડમાં સાથે કામ કર્યું હતું અને પછી તેમના અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ હતી પણ તેમણે ક્યારેય આ વાતનો જાહેરમાં સ્વીકાર નહોતો કર્યો.

હવે ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તમન્ના ભાટિયાએ વિરાટ કોહલી સાથેની ડેટિંગની ચર્ચા પર સ્પષ્ટતા કરી છે. તેનો દાવો છે કે એક એડ ફિલ્મના શૂટિંગ વખતે તે વિરાટને મળી હતી પણ પછી તેમની વચ્ચે કોઈ વાતચીત નથી થઈ અને તેઓ મળ્યા પણ નથી. તમન્નાએ કહ્યું હતું કે મને લાગે છે કે શૂટિંગ વખતે અમે 4-5 શબ્દોની વાતચીત કરી હતી, બસ એટલું જ.

વિરાટ અને તમન્ના બંને આજે પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. વિરાટે 2017ના ડિસેમ્બર મહિનામાં અનુષ્કા શર્મા સાથે ઇટાલીમાં લગ્ન કર્યા હતા અને ત્યારથી તેમની પર્ફેક્ટ કપલ તરીકેની ઇમેજ જળવાયેલી છે.