આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

ભારતમાં ટુવ્હિલર સાથે હવે ફોર વ્હિકલ પણ પરિવારની પસંદગી બની રહી છે. ફોર વ્હિલરમાં સામાન્ય પરિવાર ખરીદી શકે તેવી કાર હોય છે પણ ઘણા હાઇ પ્રોફાઇલ પરિવારો પાસે કરોડોની કિમતની કાર હોય છે જેને ખુબીઓ પણ અજબ હોય છે જેને લીધે કાર જાણીતી હોય છે. ભારતમાં સસ્તી કારોને પસંદ કરવામાં આવે છે. પણ વૈભવી કારના દીવાના પણ ઓછા નથી.
રોલ્સ-રોયસ ફેન્ટમ ભારતની કિંમતી કારોમાં ટોચ પર છે. તેની કિંમત 9 .50 કરોડ છે. કારની ખુબી એ છે કે કારને 0 થી 100 કિ.મી.ની ઝડપ પકડવા માટે 6 સેકંડથી ઓછો સમય લાગે છે. આ કાર દેશના અનેક મોટા ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ સિતારાઓ પાસે છે.

ઇટલીની કાર નિર્માતા લેમ્બોર્ગિની એવેન્ટાડોર રોડસ્ટર 100 ની સ્પીડ પકડવામાં માત્ર 2.8 સેકન્ડનો સમય લાગે છે. કારની વિશિષ્ટ વસ્તુ એ છે કે તેની ઝડપ પર કોઈ અસર થતી નથી. ભારતમાં આ કારની કિંમત રૂ. 5.32 કરોડ છે. તાજેતરમાં, લેમ્બોર્ગિનીએ ભારતમાં તેની સૌથી હાઇ સ્પીડ કાર એવન્ટાજોર એસવીજેની રજૂ કરી છે.

car1

ભારતમાં બેન્ટલી મુલસેન કારની પ્રારંભિક કિંમત 5.5 કરોડ રૂપિયા છે. ભારતમાં બેન્ટલી કાર સૌથી મોંઘી કાર છે. જેમાં ટીન ટર્બો 6.75 લિટર વી 8 એન્જિન સાથે ચાલે છે. 8 સ્પીડ 505 બીએચપી અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે 1020 એનએમ પાવર ટોર્ક જનરેટ કરે છે. 100 કિલોમીટરની ઝડપ પકડવા માટે 5.3 સેકન્ડ લે છે.
ભારતમાં એસ્ટોન માર્ટિન કારની પ્રારંભિક કિંમત રૂ. 5.21 કરોડ છે. એસ્ટન માર્ટિન જેમ્સ બોન્ડની સૌથી પ્રિય કાર નિર્માતા કંપની છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code