એશીયાની આ કંપનીઓ પ્રેમ કરવા માટે ખાસ રજા આપે છે

અટલ સમાચાર, ડેક્સ ઘણી વાર એવું થાય છે કે ઑફિસને લીધે તમને તમારા સાથીને મળવા માટે સમય નથી મળતો. ઘણી વખત જ્યારે તમને લાંબો સમય રાહ જોયા પછી મળવાની તક મળે છે, ત્યારે પણ ઓફિસમાં મીટિંગ કે અસાઇનમેન્ટને કારણે તમારે તમારી ડેટ કેન્સલ કરવી પડે છે. જેના કારણે તમારા સાથીનો મૂડ વધુ ખરાબ થાય છે.
 
એશીયાની આ કંપનીઓ પ્રેમ કરવા માટે ખાસ રજા આપે છે

અટલ સમાચાર, ડેક્સ

ઘણી વાર એવું થાય છે કે ઑફિસને લીધે તમને તમારા સાથીને મળવા માટે સમય નથી મળતો. ઘણી વખત જ્યારે તમને લાંબો સમય રાહ જોયા પછી મળવાની તક મળે છે, ત્યારે પણ ઓફિસમાં મીટિંગ કે અસાઇનમેન્ટને કારણે તમારે તમારી ડેટ કેન્સલ કરવી પડે છે. જેના કારણે તમારા સાથીનો મૂડ વધુ ખરાબ થાય છે. તેમજ ઓફિસમાં મન પણ નથી લાગતું. પરંતુ હવેથી આવું બનશે નહીં, કારણ કે હવે ઑફિસ જ તમને પ્રેમ કરવા માટે રજાઓ આપશે. આ સાંભળીને તમને વિશ્વાસ જ નહીં થાય. પરંતુ આ વાસ્તવિકતા છે કે એક એવો દેશ છે, જ્યાં પ્રેમ કરવા માટે રજાઓ અપાય છે.એશીયાની આ કંપનીઓ પ્રેમ કરવા માટે ખાસ રજા આપે છેએશીયાની આ કંપનીઓ પ્રેમ કરવા માટે ખાસ રજા આપે છે

જી હા, ચીનમાં આ વિશિષ્ટ સુવિધા આપવામાં આવી રહી છે. ચાઇનામાં 30 વર્ષની મહિલાઓને 8 દિવસની લવ-લીવ રજા આપવામાં આવી છે. જેથી તેઓના પાર્ટનરને ડેટ કરી શકે. પોતાના સંબંધને આગળ વધારી શકે.

પૂર્વ ચાઇનાના ‘હોંગઝાઉની 2 કંપનીઓ મહિલા કર્મચારીઓને ડેટિંગ માટે વિશેષ લીવ આપી રહી છે. આ રજાઓને અહીં ‘લવ-લીવ’ કહેવામાં આવે છે. આ રજાઓ વર્ષમાં એક વાર આપવામાં આવે છે.

કંપનીઓના આ પગલાથી સ્ત્રીઓને વ્યાવસાયિક જીવને વ્યક્તિગત જીવન બનાવવાની એક તક મળશે.