ડ્રિન્ક એન્ડ ડ્રાઈવથી બચવા માટે અપનાવો આ ઉપાયો

અટલ સમાચાર,ડેસ્ક આજના સમયમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ એટલે કે નશો કરીને વાહન ચલાવવાની સમસ્યા સૌથી વધુ દેખાઈ રહી છે. ખાસ કરીને તહેવારના દિવસે નશો કરવાનું ચલણ વધી રહ્યું છે. આ ઉપરાંત વીક એન્ડમાં પણ યુવાનોની પાર્ટીમાં જામ છલકાતા હોય છે. પણ પાર્ટી પૂરી થયા બાદ મુશ્કેલી હોય છે ગાડી ચલાવવાની. આપણે જાણીએ છીએ કે દારૂ
 
ડ્રિન્ક એન્ડ ડ્રાઈવથી બચવા માટે અપનાવો આ ઉપાયો

અટલ સમાચાર,ડેસ્ક

આજના સમયમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ એટલે કે નશો કરીને વાહન ચલાવવાની સમસ્યા સૌથી વધુ દેખાઈ રહી છે. ખાસ કરીને તહેવારના દિવસે નશો કરવાનું ચલણ વધી રહ્યું છે. આ ઉપરાંત વીક એન્ડમાં પણ યુવાનોની પાર્ટીમાં જામ છલકાતા હોય છે. પણ પાર્ટી પૂરી થયા બાદ મુશ્કેલી હોય છે ગાડી ચલાવવાની. આપણે જાણીએ છીએ કે દારૂ શરીરમાં જતા જ આપણને ઓવર કોન્ફિડન્ટ કરી દે છે.

આ વાત તેમના માટે તો જીવલેણ છે જ સાથે જ રોડ પર જઈ રહેલા અન્ય લોકો માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ પગલા લે છે. રોજબરોજ હજારો લોકોને નશો કરીને દારૂ પીને વાહન ચલાવવા બદલ દંડ ફટકારવામાં આવે છે. પરંતુ તેના કારણે ન તો ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસ અટકી રહ્યા છે, ન તો અકસ્માત. એક આંકડા પ્રમાણે લગભગ દર 53 મિનિટે એક વ્યક્તિનું દારૂ પીને વાહન ચલાવવાથી મોત થાય છે.

કેટલીકવાર એવું થાય છે કે લોકો છેલ્લી ઘડીએ દારૂ ખરીદે છે, જેથી એવું થાય છે કે તમારી પાર્ટીમાં કેટલો દારૂ જોઈશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે. એટલે કોશિશ કરો કે તમે યોગ્ય સમયે યોગ્ય માત્રા જ દારૂ ખરીદો. યોગ્ય માત્રામાં દારૂ ખરીદવા પાછળ કહેવાનો અર્થ એ નથી કે તમે વધુ પ્રમાણમાં ખરીદી કરો.

યુવાનો માટે મિત્રો સાથે આઉટિંગ પર જવું કે ગ્રુપમાં મોજ મસ્તી કરવી સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં પહેલા તમારા ફ્રેન્ડ સર્કલમાંથી એક એવી વ્યક્તિ નક્કી કરો જેને ડ્રાઈવિંગ આવડતું હોય અને તે નશો પણ ન કરત હોય. નશો કરતા પહેલા તમામ લોકોની સલાહ લઈને નક્કી કરો કે પાર્ટી બાદ ગાડી તે જ વ્યક્તિ ચલાવશે.

જ્યારે તમે પાર્ટીમાં જાવ અને તમને લાગે કે તમે વધુ પડતું પી લીધું છે તો સમય બરબાદ કર્યા વગર કેબ કે ટેક્સી સર્વિસ વાપરો. કોશિશ કરો કે મોબાઈલ એપથી કેબ બુક કરાવો જેથી તમારે ટેક્સી ડ્રાઈવર સાથે ભાડાને લઈ તકરાર ન કરવી પડે. કારણ કે મોટા ભાગે ટેક્સી ચાલકો મુસાફરોને નશામાં સમજીને વધુ પૈસા માગે છે.