108
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠા જિલ્લાના છાપીમાં એક ચોરે સરકારી 108 એમ્બ્યુલન્સવાનની ચોરી કરી ગયો છે. આ સમાચારથી તંત્ર હરકતમાં આવી ગયું છે. અને ઝડપથી 108ને શોધી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર છાપીમાંથી દર્દીઓને 24 કલાક સેવા પુરી પાડતી 108 એમ્બ્યુલન્સની કોઈ મગજ ફરેલા ચોર ચોરી કરી ગયો છે. 108માં લગાવાયેલાના GPSનું લોકેશન પણ ટ્રેસ કરવામાં આવ્યું છે. લોકેશનના આધારે અધિકારીઓ સ્થળ ઉપર તપાસ ચલાવી રહ્યા છે.

પોલીસ અને અધિકારીઓએ 108 એમ્બ્યુલન્સમાં લગાવેલા GPS સિસ્યમને ટ્રેસ કરીને એમ્બ્યુલન્સનું લોકેશન જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અધિકારીઓ GPS ટ્રેસ કરતા 108નું છેલ્લું લોકેશન છાપી પાસે આવેલા જાણવા મળ્યું છે. રાત્રીના સમયે ચોરી થતા અધિકારીઓ અને તંત્ર દોડતું થયું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code