મોબાઈલમાં આવી શકે છે આ ખતરનાક વાયરસ, CBIએ આપ્યું Alert

અટલ સમાચાર, ડેસ્ક લોકડાઉનના કારણે હાલના સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ ખૂબ વધી ગયો છે, અને આ બધા વચ્ચે તમારા ફોન પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. આવા સમયે મોબાઈલ ઉપયોગ કરતા લોકો માટે CBIએ એલર્ટ જાહેર કર્યું છે. દેશની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને રાજ્યોની પોલીસને એલર્ટ કરતા એક મલવેયર પર નજર રાખવાનું કહ્યું
 
મોબાઈલમાં આવી શકે છે આ ખતરનાક વાયરસ, CBIએ આપ્યું Alert

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉનના કારણે હાલના સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ ખૂબ વધી ગયો છે, અને આ બધા વચ્ચે તમારા ફોન પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. આવા સમયે મોબાઈલ ઉપયોગ કરતા લોકો માટે CBIએ એલર્ટ જાહેર કર્યું છે. દેશની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને રાજ્યોની પોલીસને એલર્ટ કરતા એક મલવેયર પર નજર રાખવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ખતરનાક વાયરસ પોતાની જાતને કોરોના વાયરસ અપડેટ સાથે જોડાયેલા હોવાનો દાવો કરે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અધિકારીઓએ જણાવ્યું કે, સરબેરસ નામના એક બેન્કિંગ ટ્રોઝન દ્વારા કોવિડ-19 મહામારીનો ફાયદો ઉઠાવી કોઈ યૂઝર્સને નકલી લિંગ ડાઉનલોડ કરવા માટે SMS મોકલવામાં આવે છે, જેમાં હેક કરનારા સોફ્ટવેર છે. હેકર્સ લિંકને એવી રીતે ડિઝાઈન કરે છે કે, તે દેખવામાં બિલકુલ અસલી લાગે છે. મોડસ ઓપરેન્ડી હેઠળ SMSથી મોકલવામાં આવેલી લિંકને ક્લિક કરતા જ આ સોફ્ટવેર ફોનમાં ડાઉનલોડ થઈ જાય છે અને યૂઝરીન પર્સનલ જાણકારી ચોરી કરી હેકરને ટ્રાંસફર કરી દે છે.

એક્સપર્ટનું કહેવું છે કે, જો એકવાર આ સોફ્ટવેર ફોનમાં ઈન્સ્ટોલ થઈ જાય તો યૂઝર માટે તે ખતરો બની શકે છે. કેમ કે, તેનાથી યૂઝરની સેન્સેટિવ અને પ્રાઈવેટ જાણકારીઓ સરળતાથી ચોરી કરી શકાય છે. હેકર્સ તમામ ડેટા ચોરી કરી રિમોટ સર્વર પર મોકલી દે છે. સીબીઆઈનું માનીએ તો, આ સોફ્ટવેરથી યૂઝરની બેન્કિંગ ડિટેલ્સ પણ પણ ખતરો છે. સીબીઆઈએ ચેતવણી આપતા કહ્યું કે, આ cerberus ટ્રોઝન યૂઝરની ફાયનાન્શિયલ ડેટા જેમ કે ક્રેડિટ કાર્ડ-ડેબિટ કાર્ડ નંબર અને બીજી ડિટેલ્સને ચોરવા પર ફોકસ કરે છે, અને ખુબ સરળતાથી યૂઝર્સને છેતરી તેની પર્સનલ જાણકારી ચોરી લે છે.

દેશના પોપ્યુલર સાયબર એક્સપર્ટ પવન દુગ્ગલનું કહેવું છે કે, લોકડાઉન દરમિયાન સાઈબર ક્રાઈમ વધી ગયું છે. પહેલા પણ હેકર્સ આ પ્રકારની ઘટાને અંજામ આપી ચુક્યા છે, પરંતુ વિતેલા બે-ત્રણ મહિનામાં આમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. જેથી આપણે પોતાના ફોનને લઈ સાવધાન રહેવું જોઈએ અને સમજવું પડશે કે, તે ક્યારે પણ હેક થઈ શકે છે.