ખતરો@દેશઃ અત્યાર સુધી 27,892 કોરોનાથી સંક્રમિત, 872 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં લોકડાઉન 2.0 ખતમ થવામાં હવે અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે. પરંતુ કોરોના વાયરસના કેસમાં સતત વધી રહ્યાં છે. સ્થિતિ એવી છે કે સંક્રમિતોની સંખ્યા વધીને 28 હજારની નજીક પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 27,892 થઈ છે. જ્યારે અત્યાર
 
ખતરો@દેશઃ અત્યાર સુધી 27,892 કોરોનાથી સંક્રમિત, 872 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં લોકડાઉન 2.0 ખતમ થવામાં હવે અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે. પરંતુ કોરોના વાયરસના કેસમાં સતત વધી રહ્યાં છે. સ્થિતિ એવી છે કે સંક્રમિતોની સંખ્યા વધીને 28 હજારની નજીક પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 27,892 થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 872 લોકોના મોત થયા છે. જો કે 6185 લોકો સાજા પણ થયા છે. સરકારે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 1396 નવા કેસ આવ્યાં છે. જ્યારે 48 લોકોના મોત થયા છે. દેશના 9 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો કોરોના સંક્રમણથી મુક્ત થાય છે. જેમાં ત્રિપુરા, ગોવા, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ, દમણ અને દીવ, દાદરા અને નાગરહવેલી તથા લક્ષદીપ સામેલ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 7628 થઈ છે. 24 કલાકમાં કોરોનાના 440 નવા કેસ સામે આવ્યાં છે. સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના 1076 દર્દીઓને સારવાર બાદ રજા મળી છે જ્યારે 323 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્ર બાદ કોરોના સંક્રમણના કેસ મામલે ગુજરાત બીજા નંબરે છે. અહીં દર્દીઓની સંખ્યા વધીને 3301 થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 151 લોકોના મોત થયા છે. આ બાજુ દિલ્હીની વાત કરીએ તો કોરોનાના દર્દીઓની સંખ્યા 2918 થઈ છે. જ્યારે મૃત્યુઆંક 54 પર પહોચ્યો છે.