ફોટો: રમેશ વૈષ્ણવ
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સાબરકાંઠા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠાના પોશીના ખાતે આવેલ અતિ પ્રાચીન મોટા પોશીનાજી જૈનતીર્થ ખાતે ગુરુ ભગવંતોની નિશ્રામાં ત્રિદિવસીય જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ યોજાયો હતો. જેમાં ધ્વજારોહણ તથા વીરદાદાનો પૂજન(હવન) તથા શોભાયાત્રા જેવા ભક્તિમય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ વર્ષે હવન પૂજાના લાભાર્થી મનુભાઈ સાંકળચંદ દોશી તથા જયંતિલાલ જયચંદભાઈ શાહ પરિવાર (હિંમતનગર)ના એ લાભ લીધો હતો. જેમાં પોશીના, લાંબડીયા, ખેરોજ, ખેડબ્રહ્મા, વડાલી, હિંમતનગર, અમદાવાદ, સુરત અને મુંબઈ ખાતે વસતા જૈન પરિવારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ભક્તિમય પ્રસંગનો લાભ લીધો હતો. અને પોશીના જૈન સંઘના અગ્રણી બાબુભાઇ શાહ, વસંતભાઈ, વિક્રમભાઈ, મહેન્દ્રભાઈ, પ્રફુલભાઈ, રમેશભાઈ તથા મહેતા દિલીપભાઈ દ્વારા આ ભક્તિમય પ્રસંગને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code