કાંકરેજ: ઉંબરી ખાતે પાતાળેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુર્ણ

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર) કાંકરેજના ઉંબરી ગામે પાતાળેશ્વર મહાદેવના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુક્રવારે પૂર્ણાહુતી થઇ હતી.કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે રૂ.બે કરોડ જેટલા ખર્ચે ભવ્ય પાતાળેશ્વર મહાદેવનું મંદિરનું નિર્માણ થયુ છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહીને દર્શનનો લ્હાવો લીધો હતો. ઉંબરીમાં જાગીરદાર રાજપૂત દરબાર ગઢ દ્વારા શિવ મંદિર અને રાજગઢી કચેરીના પાતાળેશ્વર મહાદેવ મંદિરની
 
કાંકરેજ: ઉંબરી ખાતે પાતાળેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુર્ણ

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)

કાંકરેજના ઉંબરી ગામે પાતાળેશ્વર મહાદેવના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુક્રવારે પૂર્ણાહુતી થઇ હતી.કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે રૂ.બે કરોડ જેટલા ખર્ચે ભવ્ય પાતાળેશ્વર મહાદેવનું મંદિરનું નિર્માણ થયુ છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહીને દર્શનનો લ્હાવો લીધો હતો. ઉંબરીમાં જાગીરદાર રાજપૂત દરબાર ગઢ દ્વારા શિવ મંદિર અને રાજગઢી કચેરીના પાતાળેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જેમાં તા.૧૩ થી ૧૫ ફેબ્રુઆરી ના દિવસોમાં જુદા જુદા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પ્રથમ દરબારગઢ કચેરીમાં ઉદ્ઘાટન પહેલા દીવસે ૧૦૦૮ મહંત બળદેવનાથ દેવદરબાર જાગીર મઠ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓની ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી મંદિર પટાંગણમાં યજ્ઞ યોજાયો હતો. ત્યાર બાદ ગામમા ભવ્ય શોભાયાત્રા યોજવામા આવી હતી,જેમા ઘર્મપ્રેમી જનતા જોડાઇ હતી. તો વળી શુક્રવારે હેલીકોપ્ટર દ્રારા ફુલવર્ષા કરવામાં આવી હતી. જેમા ગામના લોકોએ હેલીકોપ્ટરમાં બેસીને મંદીર ઉપર ફુલ વર્ષા કરી હતી. તેમજ રાત્રે ગુજરાતના પ્રખ્યાત કલાકારો દ્વારા ભજન સાહિત્ય સહીતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.