જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના તત્કાલિન અધિક કલેકટર સહિત ત્રણ સસ્પેન્ડ

અટલ સમાચાર,સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની ૮૦૦ એકર સરકારી જમીનનું બારોબારીયું કરવાના ષડયંત્રમાં રાજય સરકારે ત્રણ અધિકારીઓને જવાબદાર ઠેરવી ફરજમોકુફ કરતા વહીવટી આલમમાં હડકંપ મચી ગયો છે. એ.એલ.સી.નું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિઓને નામે કરી આપવાની ગેરરીતિ આચરવાના કેસમાં સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર,ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર અને ઇન્ચાર્જ મામલતદારને તાત્કાલિક અસરથી
 
જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના તત્કાલિન અધિક કલેકટર સહિત ત્રણ સસ્પેન્ડ

અટલ સમાચાર,સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની ૮૦૦ એકર સરકારી જમીનનું બારોબારીયું કરવાના ષડયંત્રમાં રાજય સરકારે ત્રણ અધિકારીઓને જવાબદાર ઠેરવી ફરજમોકુફ કરતા વહીવટી આલમમાં હડકંપ મચી ગયો છે. એ.એલ.સી.નું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિઓને નામે કરી આપવાની ગેરરીતિ આચરવાના કેસમાં સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર,ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર અને ઇન્ચાર્જ મામલતદારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.

જમીન મામલે સુપ્રિમકોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરી મામલતદાર ચોટીલાએ ટોચ મર્યાદા કેસ નં.૦૧-ર/ર૦૧પ પુનઃ ચલાવીને ચોટીલા તાલુકાના જીવાપરના સર્વે નંબર.૪૭,૮૪, બામણબોરના સર્વે નંબર.પ૯ પૈકી, ૯૮ પૈકી તેમજ ૫૯ પૈકીની ૩ર૪ એકરના અલગ અલગ યુનીટના હકકદાર મુજબ ખાનગી ઈસમોને ધારણ કરનાર ઠેરવતો ગેરકાયદે હુકમ કર્યો હતો. જેને ખાનગી વ્યકિતઓને વેચાણ કરી રોકડી ઉભી કરવાના કૌભાંડમાં તત્કાલીન નાયબ કલેકટર ચોટીલા વી.ઝેડ.ચૌહાણ તથા તત્કાલીન નિવાસી અઘિક કલેકટર, સુરેન્દ્રનગર ચંદ્રકાંત જી.પંડયાની સંડોવણી પણ બહાર આવી છે.

ઉલ્લેખનિય છે કે, ગેરરીતિમાં સંડોવાયેલા આ અધિકારીઓ ચન્દ્રકાન્ત પંડયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.માં જનરલ મેનેજર તરીકે અને વી. ઝેઙ ચૌહાણ પોરબંદરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ પર છે.